________________
૧૫૨
૨ – આતમ જાગો !
–
432
432
ભાવને લગતી વાતો કરે તે પણ આ જ પ્રકારમાં આવે છે.
૫. શોક, વિલાપની લાગણીઓ પેદા કરે તેવી વાતોને મૃદુકાણિક કથા કહેવાય છે.
૬. સમ્યગ્દર્શનનો નાશ અને મિથ્યાત્વનો પ્રચાર કરે તેવી વાતો સમ્યગ્દર્શનભેદિની કથા કહેવાય.
૭. સમ્યક્રચારિત્રનો નાશ કરે અને અચારિત્ર-અનાચારને પોષણ આપે તેવી વાતો ચારિત્રભેદિની કથા કહેવાય છે.
આવી વાતોને વશ પડેલા ધર્મ સાધના તો કરી શકતા નથી, પણ ધર્મથી વધુને વધુ દૂર ફેંકાતા જાય છે.
ઘણાનો સ્વભાવ જ એવો હોય છે કે જરાક નવરાશ મળે કે આવી વાતો માંડે, એને કોઈક સાંભળનાર મળવો જોઈએ. જ્યારે પણ એને કોઈક સાંભળનાર મળે ત્યારે તે કાં તો રાજ્યની વાતો કરે, કાં તો ખાવા-પીવાની વાતો કરે, કાં તો દેશ - પરદેશની વાતો કરે, કાં તો સ્ત્રીઓની વાતો કરે. પણ એને ધર્મનું પુસ્તક લઈને વાંચવાનું મન ન થાય.
સવારના પહોરમાં છાપું લઈને બેસે, પણ ધર્મનું પુસ્તક વાંચવાનું એને મન ન થાય. આ છાપું વાંચવું એ પણ એક પ્રકારની વિકથા જ છે ને ?
છાપામાં વિકથા સિવાય આવે છે પણ શું ? છાપાની કોલમે કોલમે આ સાત પૈકીની કોઈ ને કોઈ વિકથા જ હોવાની ને ?
પ્રતિક્રમણ કરવા આવનાર ભાગ્યશાળી દસ મિનિટની વાર હોય તો ઓટલે બેસીને શું કરે ?
તત્ત્વચર્ચા કરે ? આત્મનિરીક્ષણ કરે ? ધર્મની વાતો કરે ? કે કોઈને કોઈ પ્રકારની વિકથા કરે - નિંદા કરે ?
વ્યાખ્યાનમાં વહેલાં આવી ગયા તો આ જાજમ ઉપર બેસીને શું વાત કરો ? ગઈકાલના વ્યાખ્યાનની વાત કરો કે કોકની માંડો ? તે વિકથા કે બીજું કાંઈ ?
પૂજા કરવા નીકળે – રસ્તામાં બે જણા મળી ગયા, કલાક ઊભાં ઊભાં વાતોમાં પસાર થઈ જાય, હવે મોડું થઈ ગયું, રસ્તામાંથી જ પાછો ફરે, પૂજા પણ માંડી વાળે અને દેરાસર કદાચ જાય તો ટીલી કરી રવાના થાય, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org