________________
૧૨૯
– -
૨ - આતમ જાગો !
-
406
ભગવત ! આ અધ્યાત્મ શું છે ?
જેનું આપ આ રીતે વર્ણન કરો છો ?” ત્યારે પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ કહ્યું છે કે,
'श्रृणु वत्स ! यथाशास्त्रं, वर्णयामि पुरस्तव ।' “વત્સ ! સાંભળ! શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ તારી આગળ કહું છું.”
અહીં પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શિષ્યનું જોડાણ શાસ્ત્ર સાથે કરાવે છે. “જેનું જોડાણ શાસ્ત્ર સાથે થાય, તેનું ગણધર ભગવંતો સાથે થાય છે અને જેનું જોડાણ ગણધર ભગવંતો સાથે થાય, તેનું જોડાણ તારક તીર્થંકર પરમાત્મા સાથે થાય છે.”
યોગશાસ્ત્રના પ્રારંભમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ કહ્યું કે, આ ગ્રંથમાં હું જે કાંઈ કહેવાનો છું, તે માત્ર મારી કલ્પનાના આધારે નહિ પણ સર્વજ્ઞ કથિત શ્રુતસાગરનું ઊંડું અવગાહન કરીને કહેવાનો છું. માત્ર શ્રુતસાગરના આધારે જ કહેવાનો છું, એમ પણ નહીં; પણ જે મહાપુરુષોએ શ્રુતસાગરનું ઊંડું અવગાહન કરીને એ જ પાયા ઉપર ઉત્તમ આચરણાની ઈમારતો ચણી છે, એ ઉત્તમ આચરણાનો સહારો પણ લેવાનો છું. એટલું જ નહીં, એ બન્નેના આધારે જીવન જીવતાં મને સ્વયં જે આત્માનુભૂતિ થઈ છે, તેનો પણ સહારો લેવાનો છું. આ રહ્યા તે યોગશાસ્ત્રના શબ્દો...
શ્રુતાઝ્મોથેરપિચ, સાવ સરો: !
स्वसंवेदनतश्चापि, योगशास्त्रं विरच्यते ।।१।।' ‘મૃતસાગરનું અવગાહન કરીને, સદ્ગુરુની પરંપરાને અનુસરીને
અને સ્વસંવેદનના આધારે યોગશાસ્ત્રની રચના કરાય છે.' આજ ભાવોને જુદો શબ્દદેહ આપતાં પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે અધ્યાત્મસાર'ના પ્રારંભમાં કહ્યું છે કે –
'शास्त्रात् परिचितात् सम्यक, सम्प्रदायाच धीमताम् । इहानुभवयोगाच, प्रक्रियां कामपि ब्रुवे ।।१।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org