________________
૬ : કષાય બંધનની બહુરૂપિતા – 19
‘સમ્યક્ રીતે પરિચિત થયેલ શાસ્ત્રોના આધારે ધીમાત પુરુષોની પરંપરાના આધારે અને અહીં થયેલા અનુભવના સહારે અધ્યાત્મની કાંઈક પ્રક્રિયાને કહું છું.'
આમ કહીને આ બન્નેય પૂજ્ય પુરુષોએ સ્પષ્ટ કહ્યું છે કે, હું આ ગ્રંથરચના માત્ર કલ્પનાના સહારે નથી કરવાનો, માત્ર શબ્દગ્રાહી બનીને શાસ્ત્રાધારે પણ નથી કરવાનો, શાસ્ત્ર નિરપેક્ષ એવી આચરણાના આધારે પણ નથી ક૨વાનો અને શાસ્ત્ર કે શાસ્ત્ર સાપેક્ષ એવી આચરણા-નિરપેક્ષ ભ્રામક અનુભવના આધારે પણ નથી કરવાનો.
૧૨૭
માત્ર શ્રુત સાગરનું જ અવગાહન કરીને કહ્યું છે એવું નથી, માત્ર શ્રુતને ભણીને કહ્યું છે એવું નથી. પણ સદ્ગુરુના સંપ્રદાયનો એમના શાસ્ત્રસાપેક્ષ આમ્નાય-સામાચારીનો સહારો લીધો છે. અને ત્રીજે નંબરે આ બન્નેના સહારે ઉત્પન્ન થયેલા અને એનાથી અવિરુદ્ધ એવા પોતાના અનુભવનો આધાર લીધો છે. ૧ શાસ્ત્ર, ૨ શાસ્ત્ર સાપેક્ષ રહીને જીવન જીવનારા મહાપુરુષોની પરંપરા અને ૩ - એ બન્નેનાં આધારે જ સાધના કરતાં કરતાં પોતાને થયેલી અવિરુદ્ધ અનુભૂતિના આધારે લખ્યું છે.
-
-
Jain Education International
407
જૈનશાસનની આ મહાનતા છે. મિથ્યાદર્શનોમાં આવી મહાનતા નથી, માટે જ તે દર્શનો તત્ત્વોનું સમ્યક્ નિરૂપણ કરી શક્યાં નથી. નૈયાયિક દર્શનની એક વિચિત્રતા છે. એમને ત્યાં એવું જોવા મળે છે કે, ગુરુ જે પણ પક્ષની સ્થાપના કરે તેનું ખંડન કરીને નવો પક્ષ સ્થાપે તો તે શિષ્ય સમર્થ શિષ્ય કહેવાય. ગુરુનું કહેલું શિષ્ય કરે, તેને તેમને ત્યાં મહત્ત્વ નથી અપાયું, પણ ગુરુનું કહેલું ખોટું સાબિત કરી શિષ્ય નવું કાંઈક કહે, તો તેનું ત્યાં મહત્ત્વ અંકાય છે. અપૂર્ણ દર્શનોમાં આવું બધું હોય, એમાં કાંઈ નવાઈ નથી. કારણ કે, એ દર્શનોનું, એ દર્શનોના સિદ્ધાંતોનું નિરૂપણ કરનારા અલ્પજ્ઞ હતા, વિપરીત બોધવાળા હતા અને સમ્યગ્બોધવાળા, સંપૂર્ણ બોધવાળા એવા સર્વજ્ઞોને તે સમર્પિત ન હતા. અપૂર્ણ દર્શનોમાં આ બધું ચાલે, જૈન દર્શનમાં નહિ. માટે જ સર્વજ્ઞના શાસનમાં આવાં તથાકથિત મૌલિક (!) વચનોને કોઈ સ્થાન નથી. સર્વજ્ઞના શાસનમાં આવા સ્વચ્છંદ ઉદ્ગારો, આચરણાઓ કે અનુભવોને ક્યાંય સ્થાન નથી.
માટે શ્રીસુધર્માસ્વામીના મુખે -
For Private & Personal Use Only
www.jainelibrary.org