________________
૨૫૪
જાતને બચાવવા આ કડી યાદ રાખજો.
૨ - આતમ જાગો !
‘કબહિક કાજી, કબહિક પાજી, કબહિક હુઆ અપભ્રાજી; કબહિક જગ મેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલ કી બાજી.’
છતાંય તમારી એ ભૂખ ન છૂટતી હોય તો સમજી લો કે, પ્રસિદ્ધિ પણ બે જાતની હોય છે. સારી અને ખરાબ. હિતકર અને અહિતકર. જેને ખરાબ અને અહિતકર પ્રસિદ્ધિ જોઈતી હોય તેને અમારે કાંઈ કહેવું નથી. જેને સારી અને હિતકર પ્રસિદ્ધિ જોઈતી હોય તેને તો કહેવું છે કે, ભૂલે ચૂકે ય પરિગ્રહનો પડછાયો લેશો નહિ.
534
નામાંકિત અને નામચીનનો ફરક સમજો !
સારાં કામ કરીને, ત્યાગ કરીને જે પ્રસિદ્ધ થાય તેને ‘નામાંકિત’ કહેવાય છે અને ખરાબ કામ કરીને, ગમે તે રીતે પરિગ્રહ ભેગો કરીને જે પ્રસિદ્ધિ પામે તે ‘નામચીન’ કહેવાય છે. આ તમે જાણો છો ?
ખોટાં કામ કરીને જેને પ્રસિદ્ધિ મળી હોય તેને નામચીન કહેવાય અને સારાં કામ કરીને જેને પ્રસિદ્ધિ મળી હોય તે નામાંકિત કહેવાય.
જેમ સિકંદર પહેલાં નામચીન હતો. પણ એ પાછળથી મરતાં મરતાં નામાંકિત બની ગયો. જ્યારે માંદગીમાં પટકાયો ત્યારે એ જીવી શકે તેવા સંયોગો દેખાતા નહોતા. તેથી તેને અજાયબ ઘરમાં લઈ જવામાં આવ્યો. આ અજાયબ ઘરમાં એક એક અજાયબ વસ્તુને સારામાં સારી રીતે ગોઠવીને રાખવામાં આવી હતી. આવા અજાયબ ઘ૨માં એનો પલંગ ગોઠવવામાં આવ્યો. આ તકનો લાભ ઉઠાવી કોઈ શત્રુ હુમલો કરી ન બેસે, એ માટે આખું સૈન્ય ચારે બાજુ કડક પહેરો લગાવીને બેઠું હતું. તો બીજી બાજુ દુનિયાના શ્રેષ્ઠ વૈદ્યો, હકીમો, માંત્રિકો અને તાંત્રિકો ખડે પગે એની ચાકરી કરી રહ્યા હતા. મૃત્યુશય્યામાં પોઢેલો સિકંદર છેલ્લી-છેલ્લી નજર માંડતો હોય તેમ અજાયબ ઘરની એક એક વસ્તુઓ ઉપર નજર માંડી રહ્યો હતો અને એને એક એક વસ્તુ અદ્ભુત અદ્ભુત દેખાતી હતી.
Jain Education International
જેમ તમને પણ પથારીમાં પડ્યાં-પડ્યાં તિજોરીમાં પડેલી વસ્તુઓ દેખાય, બેન્કના લોકરમાં પડેલી વસ્તુઓ દેખાય અને એકાએક તમારા ચહેરા ઉપર મલકાટ આવે અને એમાંથી કોઈક વાર ઊંડા વિચારોમાં ગરકાવ થઈ જાવ,
For Private & Personal Use Only
www.jainelibrary.org