________________
૬ : ક્યાય બંધનની બહુરૂપિતા - 19
ભોજને પોતાને ત્યાં આવવાનું નિમંત્રણ યાદ કરાવ્યું અને તે મુજબ એક દિવસ રાજા ભોજ કવિ માઘના મહેમાન બન્યા.
૧૩૭
કવિ માઘના મહેલમાં પ્રવેશ કરતાં જ રાજા ભોજને કવિ માઘ પોતાને ત્યાં કેમ વધુ ન રોકાયા, તે સમજાઈ ગયું.
કવિ માઘની સમૃદ્ધિ જોતાં રાજા ભોજને થયું કે, સત્તાનું પુણ્ય ભલે મારી પાસે હોય, પણ સમૃદ્ધિની છોળો તો અહીં જ ઉછળી રહી છે.
417
જેવી સમૃદ્ધિ એવી જ ઉત્તમ ભોગસામગ્રી અને જેવી ઉત્તમ ભોગસામગ્રી તેવો જ ઉદારતા ભર્યો વ્યવહાર કવિ માઘના જીવનમાં હતો.
જે મળ્યું હતું, તેને માણી જાણવાનું અને પરોપકારાર્થે વાપરી જાણવાનું એના જીવનમાં વણાઈ ગયું હતું.
કવિ માઘ રસજ્ઞ હતા. એમણે જીવનના રસને માત્ર સાહિત્યના સહારે જ નહોતો માણ્યો, પણ જીવનમાં ચરિતાર્થ પણ કરી જાણ્યો હતો.
કવિ માઘની સંગતમાં આખો એક મહિનો ક્યાં પસાર થઈ ગયો, તેની રાજા ભોજને ખબર પણ ન પડી.
જિંદગીમાં ન માણ્યું હોય તેવું આતિથ્ય, ન માણ્યા હોય તેવા ભોગ-વિલાસ, ન જાણી હોય એવી અઢળક સામગ્રી અને એની સજાવટ, ન અનુભવી હોય તેવી ઉદારતા અને અકલ્પ્ય એવો હૃદયનો આદર-સત્કાર પામી જીવનના એક અનુપમ, અવિસ્મરણીય કહી શકાય તેવા સુખદ અનુભવના સંભારણાં સાથે રાજા ભોજે વિદાય લીધી. આવી હતી કવિ માઘની સમૃદ્ધિ.
આમ છતાં આ સંસાર છે, એ ક્યારેય એકસરખી ચાલે ચાલ્યો નથી. અરહટના ઘટની જેમ ચડતી-પડતી, દુર્ગમ પર્વતારોહણની જેમ જીવનમાં ચડાવ-ઉતાર સંસારમાં આવ્યા જ કરતા હોય છે.
રાજા ભોજને પણ ઝાંખો પાડી દે એવી સમૃદ્ધિને ધરનાર અને મેઘની જેમ વરસીને અગણિત લોકોને નવપલ્લવિત કરનારા કવિ માઘ આ સંસારના ચક્રવાતમાં અટવાયા અને એ વખતે પોતાનું પેટ ભ૨વાનાં પણ ફાંફાં પડે એવી પરિસ્થિતિમાં એ મૂકાયા.
આવા વિષમ સંયોગમાં હવે ભિનમાલમાં રહેવું એમને યોગ્ય ન લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org