________________
રે આતમ જાગો !
આત્માની વિકૃતિનું મૂળ જો કોઈ હોય તો તે બંધન છે. તે બંધનને જાણો ! ઓળખો અને પછી તમારી જેટલી તાકાત હોય, સામર્થ્ય હોય, મન-વચનકાયાનું બળ હોય તે બળનો ઉપયોગ કરીને, આત્મવીર્યને જોડીને એ બંધનોને તમે તોડી નાંખો ! આ વાર્તાલાપ શ્રી સુધર્માસ્વામીજી અને જંબુસ્વામી વચ્ચે થયો છે.
૯૪
આપણે જો આપણી જાતનું શ્રીજંબુસ્વામી સાથે જોડાણ કરીએ તો આપણા સૌના વતી અને જો જોડાણ ન કરીએ તો તેમના પોતાના વતી તેમણે પ્રશ્ન કર્યો કે ‘હે પ્રભો ! જે ભગવાન મહાવીરનાં ચરણોની આપે અખંડપણે જીવનભર સેવા કરી છે, જેમની પાસેથી આપે આ બોધ પ્રાપ્ત કર્યો છે, જેમની પાસેથી આ અનુપમ અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરી છે તેમણે બંધન કોને કહ્યું છે ? તે બંધન શું છે ? અને તેને તોડવાના ઉપાયો કયા છે ?' આ પ્રશ્નના ઉત્તરરૂપે શ્રી સુયગડાંગ સૂત્રની રચના કરાઈ છે.
બંધનનું સ્વરૂપ, પ્રકારો, ભેદો, તેનાં-બંધનાં કારણો, તેનાથી બચવાના ઉપાયો, તેને તોડવાના માર્ગો, વગેરે બાબતો આમાં બતાવવામાં આવી છે.
જેનાથી આત્મા બંધાય તે છે, બંધન :
'बध्यते परतन्त्रीक्रियते आत्माऽनेनेति बन्धनम् ।'
‘જેના દ્વારા આત્માને બાંધવામાં આવે છે, પરતંત્ર કરવામાં આવે છે, તે બંધત છે.’
374
જેનો સ્વભાવ સ્વતંત્ર છે, જેનું સ્વરૂપ સ્વતંત્ર છે, તેવા આત્માને જે બાંધે છે અને પરતંત્ર બનાવે તેનું નામ છે બંધન. આ બંધનની પહેલી વ્યાખ્યા છે.
આના ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે આપણું સ્વરૂપ સ્વતંત્ર છે પણ આજ સુધી આપણને આપણા સ્વરૂપનો અનુભવ કરવા નથી મળ્યો. કારણ કે આપણને કોઈકે પરતંત્ર કર્યા છે.
આજની મારી, તમારી, આપણી જે પણ વૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રકૃત્તિ છે, તે બંધનનું પરિણામ છે. આજે આપણી એક પણ પ્રવૃત્તિ આપણે સ્વતંત્રરૂપે નથી કરતા.
તમે સાંભળો છો, તે સ્વતંત્ર પણે નહિ, તમે જુવો છો, તે સ્વતંત્રપણે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org |