________________
૯૫
– ૫ બંધન અને બંધનનાં કારણે મિથ્યાત્વ અને અવિરતિ - 18 –
375
તમે સંઘો છો. તે સ્વતંત્રપણે નહિ, તમે સ્વાદ કરો છો, તે સ્વતંત્રપણે નહિ, તમે સ્પર્શો છો, તે સ્વતંત્રપણે નહિ. જે કાંઈ ઈચ્છાઓ જાગે છે, તે તમારી પોતાની નથી. તમે જે દિશામાં દોડો છો, તે દોડ તમારી પોતાની નથી. તમે જે કાંઈ કરવા માંગો છો, કરો છો, સાંભળો છો, જુઓ છો, સુંઘો છો, બોલો છો, સ્પર્શી છો, વિચારો છો તે તમારી પોતાની સ્વાભાવિક પ્રવૃત્તિ નથી પણ કોક તમારી પાસે કરાવે છે અને પરાધીનપણે એ બધું તમે કરો છો.
આતંકવાદી, કોઈ વ્યક્તિને ઉઠાવીને લઈ જાય, લઈ ગયા પછી હાથમાં ટેલીફોન પકડાવે, લમણે રીવોલ્વર ધરી દે, નંબર જોડી આપે, સામે કાપલી ધરી દે, આમાં જે લખ્યું છે તે જ બોલવાનું અને “એક પણ અક્ષર આઘો-પાછો બોલ્યો છે તો આ રિવોલ્વર તારી સગી નહિ થાય. એવી કડક ધમકી આપી દે. પછી જે ફોન નંબર જોડી આપે તે બને કે તમારી પત્નીનો જ હોય અથવા તમારા મા-બાપ કે દીકરાનો જ હોય ! તેને તમારો જ અવાજ, તમારી જ સૂચના સંભળાતી હોય છે; પણ તે અવાજ કે સૂચના તમારી હતી ? તમારી પત્ની કે દીકરો કહે કે “અવાજ તમારો જ હતો. તમે કહ્યું તેમ જ કર્યું છે, તો તમે કહોને કે “દેખીતી રીતે અવાજ મારો હતો પણ એ બીજાના દબાણથી, ધમકીથી બોલાયેલો હતો. મારી ઈચ્છા મુજબની મારો અવાજ ન હતો.'
આજે કેટલાક લોકો કહે છે, “મારા આત્માનો જે અવાજ આવે એને હું અનુસરું છું. મારે એમને પૂછવું છે કે, તમારા આત્માનો અવાજ તમારા સુધી પહોંચે છે ખરો ? તમે જેને તમારા આત્માનો અવાજ માનો છો, તે તમારા આત્માનો નહિ પણ તમારા ઉપર કબજો જમાવી બેઠેલા મોહનો, રાગાદિ ભાવોનો અવાજ છે.
બંધનની પહેલી વ્યાખ્યામાં આપણે જોઈ ગયા કે સ્વરૂપથી આપણે સ્વતંત્ર છીએ છતાં આપણને કોઈકે પરતંત્ર બનાવ્યા છે અને જેણે આપણને પરતંત્ર બનાવ્યા છે, તે કર્મ છે અને તે કર્મ એ જ બંધન છે. આત્મા સાથે એકમેક બને તે કર્મ બંધન :
કર્મગ્રંથ'ના રચયિતા પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે જે રીતે આ બંધનની વ્યાખ્યા આપી છે. તે જ રીતે “શ્રી સૂયગડાંગ સૂત્ર” અને તેની ટીકામાં પૂ. આ. શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ પણ બંધનની વ્યાખ્યા આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org