________________
૫ : બંધન અને બંધનનાં કારણો : મિથ્યાત્વ અને અવિરતિ
અનંત ઉપકારી, ચરમ તીર્થપત્તિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના ૫૨માર્થને પામેલા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ જંબૂસ્વામીને ઉદ્દેશીને આત્માને જાગ્રત થવા માટેનો ઉપદેશ આપ્યો.
જંબૂસ્વામીને ઉદ્દેશીને કહ્યું ‘બોધ પામ ! જાગ્રત થા ! સ્વયં પોતાને જોઈ લે ! જાતને ઓળખી લે ! તારું સ્વરૂપ શું છે બરાબર પીછાણી લે. તેમાં જે વિકૃતિ દેખાય છે તે પણ પીછાણી લે. તે બંધન છે. તે બંધનને સમ્યક્ પ્રકારે જાણી લે. બંધનને ઓળખીને મૂળભૂત સ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કર !'
અનાદિકાળથી પોતાના સ્વરૂપને ગુમાવી બેઠેલા આત્માઓ, પોતાના સ્વરૂપના ભાનને પણ ગુમાવી બેઠેલા આત્માઓ, બેભાન બનેલા આત્માઓને જગાડવા માટે મહામંત્ર તુલ્ય આ ‘બુદ્ધિજ્ઞ' પદ કહ્યું છે. આ મહામંત્ર માત્ર જંબૂસ્વામીને જ (એમને જ) કહ્યો છે એવું નથી, મહાપુરુષોની કરુણા એટલી વ્યાપક સ્તરે પહોંચેલી હોય છે કે કોઈ ચોક્કસ એક જીવને ઉદ્દેશીને વાર્તાલાપ (ઉપદેશ આપતા ત્યારે) કરાતો હોય ત્યારે પણ વિશ્વના તમામ જીવો તેમની આંખ સામે તરવરતા હોય છે.
‘વ્રુત્ત્વિજ્ઞ’ નો આ નાદ, આ આધ્યાત્મિક ધ્વનિ અવિરતપણે ૨૧,૦૦૦ હજાર વર્ષ સુધી ભવ્યાત્માઓને જગાડ્યા ક૨શે. આપણે પણ જાગવું છે અને એ માટે આ આધ્યાત્મિક ધ્વનિને સાંભળવા માટે આપણે આપણા ઉપયોગને સુદૃઢ બનાવવો છે. સ્થિર અને એકાગ્ર બનાવવો છે.
શ્રી સુધર્માસ્વામીજી જંબુસ્વામીના માધ્યમથી આપણને સ્વતરફ નજર કરવાનું કહી રહ્યા છે, આત્માને જાગવાનું અને જોવાનું કહી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org