________________
૧૪૩
–
૬ : કષાય બંધનની બહુપિતા - 19
-
423
હજુ કોળીઓ લઈને કવિ માઘ મોઢામાં મૂકવા જાય, ત્યાં ઝુંપડીના દરવાજેથી અવાજ આવ્યો, “કવિરાજ ! ત્રણ દિવસનો ભૂખ્યો છું.' કાંઈક આપો !”
કવિવર ઉભા થયા. આખી થાળી તેનાં રામપાત્રમાં ઉંધી વાળી દીધી અને લોટાભર પાણી પેટમાં નાંખીને પેટની આગ ઠારવાનો મિથ્યા પ્રયાસ કર્યો.
પત્નીને કહ્યું કે, “હવે દ્વાર બંધ કર. કેમ કે આજ સુધીમાં આ મોઢે આંગણે આવેલાં કોઈને ના પાડી નથી. હવે જો કોઈ કંઈ માંગવા આવશે તો આપણી પાસે આપવા જેવું કાંઈ નથી.” ઊઠીને કવિ માઘની પત્નીએ દરવાજો બંધ કર્યો.
દરવાજો તેનો જ બંધ હોય છે, જેની પાસે આપવા જેવું કાંઈ ન હોય અથવા તો દરવાજો તેનો જ બંધ હોય કે જેની પાસે કોઈને કાંઈ આપવા જેવું હૈયું ન હોય. શાસ્ત્રમાં શ્રાવકોનાં દ્વાર અભંગ કહ્યા છે, તે આ જ કારણે. અર્થીને જોઈતું મળી રહે. આજે શી પરિસ્થિતિ છે ?
જ્યાં દરવાજો બંધ થયો ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. આંગણે આવેલા ભિક્ષુકે ટકોરા મારીને કહ્યું કે, “કવિરાજ ત્રણ દાડાનો ભૂખ્યો છું. ક્યાંયથી કશું ન મળ્યું. છેલ્લે તમારા આસરે આવ્યો છું. સાંભળ્યું છે કે, કવિ માઘનું દ્વાર તો સદાય ખુલ્લું હોય. શું આજે તમારાં દ્વાર પણ બંધ થઈ ગયાં ? હવે લાગે છે કે ખરેખર કળિયુગ આવી ગયો. જેનાં દ્વાર સદાય ખુલ્લા રહેતાં હતાં તેનાં દ્વાર પણ આજે બંધ છે. કવિરાજ કાંઈક તો આપો !”
આ સાંભળીને કવિ માઘથી બેસી ન રહેવાયું. તે ઉભા થયા અને દરવાજા તરફ ગયા. જતાં જતાં તેમણે પોતાના પ્રાણોને ઉદ્દેશીને કહ્યું કે, “હે પ્રાણો! આજ સુધી મારા મો મેં કોઈને ક્યારે ય ના પાડી નથી. આજે મને ના પાડવાનો અવસર આવ્યો છે, પણ હું ના પાડું એ પહેલાં જ તમે ચાલ્યા જાવ.”
'व्रजत व्रजत प्राणाः, अर्थिनि व्यर्थतां गते' ઈતિહાસ નોંધે છે કે કવિ માઘ પોતાના મોંઢે ના પાડે તે
પહેલાં જ તેમના પ્રાણો ચાલ્યા ગયા.” પ્રથમ ગુણસ્થાનકની ભૂમિકામાં જેમને આપણે મૂકી શકીએ તેવા પુણ્યાત્મા ત્યાં રહીને પણ જો આ રીતે લોભાદિ કષાયોને આવી કક્ષાએ જીતીને આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org