________________
૧૪૨
૨ - આતમ જાગો !
–
422
પત્નીને માત્ર પહેરેલાં કપડે જોઈ ત્યારે એને આશ્ચર્ય થયું અને એણે સહજભાવે એકસાથે પ્રશ્નોત્તરી કરી લીધી.
કેમ તું રાજદરબારે ન ગઈ ?' ગઈ ને ? આ જઈને તો આવી.' “તો શું રાજા ભોજને તેં કાવ્યપોથી ન આપી ?” આપી ને ! એમને હાથોહાથ આપી !” શું એમણે કાવ્ય ન વાંચ્યું કે વાંચ્યું છતાં ન ગમ્યું?' એમણે પૂરેપૂરું વાંચ્યું અને બહુ જ ગમ્યું?' “તો શું એમણે સરસ્વતીની પૂજા-અર્ચના ન કરી ?'
બહુ જ કરી, તમે સાંભળશો તો ખ્યાલ આવશે કે, એમણે કેવી ઉત્તમ ભેટો ધરી છે અને એ કાલે સવારે સબહુમાન આપણને લેવા પણ આવવાના છે.'
તો એમણે આપેલી એ ઉત્તમ ભેટો ક્યાં છે ?'
આ બધી ભેટો લઈને હું આવતી હતી, પણ માર્ગમાં જે મળ્યા, જેમને જે જોઈતું હતું તે માંગ્યું અને તે બધું જ મેં તેમને આપી દીધું.”
આ સાંભળતાં જ કવિ માઘની આંખમાં આનંદનાં આંસુ ધસી આવ્યાં અને એમણે કહ્યું કે, “તું સાચા અર્થમાં મારી ધર્મપત્ની નીકળી. મેં તો હતું ત્યારે ય થોડું જ આપ્યું અને તેં તો કશું જ ન હતું ત્યારે બધું જ આપ્યું. તું તો મારા કરતાં ય સવાઈ થઈ.
આજે કવિ માઘની આંખમાં આનંદનાં આંસુ હતાં, તો હૃદયમાં આ સ્થિતિમાંય કાંઈક કરી શકાયાનો ઊંડો સંતોષ હતો.
આજે પત્નીએ આપેલા દાનના આનંદમાં પરિસ્થિતિનું દુઃખ વરાળ થઈ ઊડી ગયું.
આમ છતાં પેટમાં આગ ઉપડી હતી અને આંખે અંધારાં આવતાં હતાં. તેમણે ધીમે અવાજે કહ્યું કે, “ઘરમાં થોડા ખીચડીના દાણા પડ્યા છે, ખીચડી બનાવી લે તો આજની આગ ઠારીએ. કાલની વાત કાલે.”
માઘ પત્નીએ ખીચડી રાંધી અને ખાવા માટે થાળીમાં પીરસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org