________________
૧૧૧ – ૫ બંધન અને બંધનનાં કારણો મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 391 જ લાવવું પડે છે. ઉપકરણો પણ રાખવાનાં હોય છે. અમને અમારા શરીરની. ઉપકરણોની મમતા થઈ જાય તો તે અમારા માટે પરિગ્રહ બની જાય. સાધુને સંયમ સાધના માટે જરૂરી ઉપકરણો રાખવાનાં છે, પરંતુ તેમાં પણ મમત્વ ન થવું જોઈએ.
ટૂંકમાં સમજો કે મિથ્યાત્વનાં પડલ સાથે અવિરતિ એટલે મોટું બંધન અને મિથ્યાત્વ વગર અવિરતિ એટલે નાનું બંધન પણ એ બેય સ્વરૂપથી બંધન તો છે જ.
સભા ભરત ચક્રવર્તી છ ખંડ વિજય કરવા ગયા તે વખતે કર્મબંધ ખરો ?
ભરત ચક્રવર્તી જ્યારે પખંડનો વિજય કરવા ગયા ત્યારે તેમને કર્મબંધ તો ચોક્કસ થયો છે. કર્મબંધ નથી થયો એવું તો કેમ કહી શકાય ? પણ અવિરતિના કારણે થાય તેટલો જ. મિથ્યાત્વના કારણે થાય તેટલો નહીં. કારણ કે તેઓ સમ્યગ્દષ્ટિ હતા. સમ્યગ્દષ્ટિ માટે કહ્યું છે કે,
‘ગબ્બોડ દોફ વંધો ' “સમ્યગ્દષ્ટિને કર્મબંધ અલ્પ-થોડો થાય છે.' સમ્યગ્દષ્ટિની ભૂમિકા સમજો તો આ વાત તરત સમજાઈ જશે.
ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હતા. એમના હૃદયમાં પખંડ વિજયની પ્રવૃત્તિ ઉપાદેય સ્વરૂપે ક્યારેય ભાસી ન હતી. ચક્રવર્તી બનવાને યોગ્ય ભોગાવલી કર્મો તેઓ લઈને આવ્યા હતા, એટલે સમ્યગ્દર્શનના પ્રભાવે પખંડ જીતવાની પ્રવૃત્તિ અકર્તવ્યરૂપે એમને લાગતી હોવા છતાં અવિરતિના તીવ્ર ઉદયને કારણે એ કાર્યમાં તેઓ પ્રવર્યા હતા. આથી એમની આ પ્રવૃત્તિથી અવિરતિના કારણે, અપ્રત્યાખ્યાની વગેરે કક્ષાના કષાયોના કારણે, પ્રમાદના કારણે અને મનવચન-કાયાની અપ્રશસ્ત પ્રવૃત્તિરૂપ યોગના કારણે થતો કર્મબંધ થતો હતો, પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોના કારણે થતો કર્મબંધ થતો ન હતો.
અવિરતિ, અપ્રત્યાખ્યાની વગેરે કષાયો, પ્રમાદ અને યોગના કારણે થતા કર્મબંધ કરતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોના કારણે થતો કર્મબંધ ઘણો તીવ્ર હોય છે. તે તેમને થતો ન હતો, માટે અલ્પ કર્મબંધ થયો, એમ કહેવાય. સભા : છ ખંડનો વિજય કરવા માટે અનેક યુદ્ધો કરવા છતાં તેને તેઓ હેય માનતા
હતા, એવું શાના આધારે કહી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org