________________
– ૨ – આતમ જાગો ! – - 365 શ્રમણ જીવનનો સાધક પ્રતિપળ અપ્રમત્ત દશાની ટોચે પહોંચવા યત્નશીલ હોય, જ્યારે તેમાં તે સફળ બને ત્યારે તેની તે ટોચ કક્ષાની અપ્રમત્તતા એ સાતમું ગુણસ્થાનક અને એ સાતમું ગુણસ્થાનક જતાં જ વળી પાછું સાતમે પહોંચવાનો પુરુષાર્થ તે છઠું ગુણસ્થાનક.
છછું ગુણસ્થાનકે રહેલા સાધકને પણ છઠ્ઠા ગુણસ્થાનકમાં બહુ રહેવું નથી અને એને તો સાતમા વગેરે ગુણસ્થાનકે જ પહોંચવું હોય છે. પણ સાતમું ગુણસ્થાનક એવું છે કે, સાધક ત્યાં લાંબો સમય રહી શકતો નથી. આવા સાધકને સતત સાતમે જવાની પ્રેરણા આપવા માટે જ “સમાં યમ ના પમાયણ’ પદ છે. શબ્દ એક અર્થ અલગ: ઉપદેશ એક મર્મ અલગ :
છઠું ગુણસ્થાનક પ્રમત્ત અવસ્થા છે, ત્યાં અતિચારની સંભાવના છે, પ્રમાદની સંભાવના છે પડવાની પણ સંભાવના છે માટે જ ભગવાન શ્રીમહાવીરે જેમ શ્રી ગૌતમસ્વામીજીને કહ્યું “સર્વ નાયમ મા પમાયણ' એ જ રીતે અહીં શ્રી સુધર્માસ્વામીજી જંબૂસ્વામીને કહે છે કે, “ક્સિજ્ઞ' જાગો ! બોધ પામો ! આ પણ પહેલેથી છકે ગુણસ્થાનકે રહેલા દરેક સાધક માટે ઉપકાર છે. જ્યારે જ્યારે કોઈપણ પ્રકારનો નાનો-મોટો પ્રમાદ આત્મસ્વરૂપ ભૂલાવે ત્યારે ત્યારે આત્મસ્વરૂપની જાગૃતિ-અનુભૂતિ માટેનો આ સંદેશ - ઉપદેશ છે. પહેલે, ચોથે, પાંચમે અને છટ્ટ ગુણસ્થાનકે રહેલાને પણ કહેવાય કે “ટ્ટિા', પણ બધાનો અર્થ-ઉંડાણ. વ્યાપ દરેકની ભૂમિકા મુજબ જુદા-જુદો હોય.
જેમ ખુમચો કરી કમાતો હોય તેને કહેવાય કે વેપાર બરાબર કરજો, ગલ્લોલારી કરતો હોય તેને પણ કહેવાય કે વેપાર બરોબર કરજો અને લાખો-કરોડો અબજોનો વેપાર કરનારને પણ કહેવાય કે વેપાર બરોબર કરજો. બધાને કહેલ “બરાબર’ શબ્દની તરતમતા સમજાય છે ? ત્યાં જેમ દરેકને વાક્ય તો એક જ કહેવાયું કે વેપાર બરાબર કરજો. આમ છતાં દરેકને કહેવાયેલ બરાબર શબ્દનો તેમની તેમની ભૂમિકા, કક્ષા, ક્ષમતા મુજબ અર્થ જુદો જુદો થાય છે, તેમ અહીં પણ તરતમતા છે.
શ્રી સુધર્માસ્વામીજી જંબૂસ્વામીને “ક્રિા', કહે તો તેનો અર્થ કયો? અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org