________________
૫
– ૧ બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 -
285
કેટલાક આત્માને માને છે -- કેટલાક માને તોય આત્માને જેવો ન હોય તેવો માને છે – તો કેટલાક આત્માનું અસ્તિત્વ જ માનવા તૈયાર નથી, એ અંગેની વાતો આમાં આપવામાં આવી છે.
આ અધ્યયનના ચાર ઉદ્દેશા પૈકી પહેલા ઉદ્દેશામાં ૧ થી ૨૩ ગાથા છે. એમાં ૧ થી ૫ ગાથામાં “બંધન' કોને કહેવાય? તેનું સ્વરૂપ શું ? કઈ રીતે તે દારૂણ છે? તેને તોડવાનો માર્ગ કયો? ઉપાયો કયા ? તેની વાત કરવામાં આવી છે.
ઉઠ્ઠી ગાથામાં કે જે લોકોને જૈન દર્શન મળ્યું નથી, એવા જેટલા મિથ્યામતવાળા છે, તેમની કેવી અવદશા છે અને તેમની મિથ્યા માન્યતા અને અવદશા શા માટે છે ? તેની વાત છે.
૭મી અને ૮મી ગાથા એ અર્વાધિકાર સ્વરૂપ છે. પહેલા અધિકારમાં પંચમહાભૂતને જ માનતા “ચાર્વાક' મતની માન્યતાનું વર્ણન કરીને તેનું ખંડન કરવામાં આવ્યું છે.
૯મી અને ૧૦મી ગાથામાં બીજો અર્વાધિકાર છે, તેમાં આત્મા અને શરીર એક જ છે, જુદાં નથી, તેવી માન્યતાવાળા “મીમાંસક' મતનું વર્ણન અને ખંડન કરવામાં આવ્યું છે. ત્યાર પછી -
૧૧મી અને ૧રમી ગાથામાં ત્રીજો અર્થાધિકાર રજૂ કરતાં, જડ અને ચેતન એ આત્માનો જ પર્યાય છે, બાકી બધું મિથ્યા છે - ખોટું છે તેમ માનનાર તજીવ-તછરીરવાદી-“અદ્વૈતવાદી' મતની માન્યતા અને તેનું ખંડન કર્યું છે. ત્યાર પછી -
૧૩ મી અને ૧૪મી ગાથામાં ચોથો અર્થાધિકાર રજૂ કરતાં જણાવ્યું છે કે જીવ પુણ્ય-પાપ કરતો નથી, એ પુણ્ય પણ બાંધતો નથી અને પાપ પણ બાંધતો નથી, એમ માનનાર “અકારવાદી' મતની માન્યતા રજૂ કરી તેનું ખંડન કરવામાં આવ્યું છે. અકારવાદી કહો કે અક્રિયાવાદી કહો, બંને એક જ છે.
૧૫મી અને ૧૯મી ગાથામાં પાંચમો અર્થાધિકાર વર્ણવવામાં આવ્યો છે. જેમાં પાંચ ભૂત અને છઠ્ઠો આત્મા – એમ માની તેને એકાંતે નિત્ય માનનાર પડાત્મવાદી’ મતની રજૂઆત કરીને એનું ખંડન કર્યું છે.
૧૭ મી અને ૧૯મી ગાથામાં છટ્ટા અને છેલ્લા અર્થાધિકારમાં ‘ક્રિયાઓ નિરર્થક છે, તેનું કાંઈ ફળ નથી, એને કરવાનો કોઈ અર્થ નથી. એમ માનનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org