________________
290
૨ - આતમ જાગો ! જે જે ઉચિત હોય તે તે આચરણ તે તે કાળે કે કાર્યો કરતા હોય છે.' લોકોએ વારવા છતાં દૃષ્ટિવિષ સર્પ જે વનમાં હતો, તે માર્ગે પરમાત્મા આગળ વધ્યા. દૂરથી પ્રભુનો પગરવ જાણીને સર્પ છંછેડાયો - પરમાત્મા જેમ જેમ નજીક જતા ગયા, તેમ તેમ સર્પને એમાં પોતાનું અપમાન લાગ્યું. અહં ઘવાતો લાગ્યો. એથી એને ગુસ્સો આવ્યો અને સૂર્ય સામે દૃષ્ટિ કરીને પ્રભુ પર એ જ્વાળાઓ ફેંકવા લાગ્યો.
પહેલીવાર ફેંકી, બીજી વાર ફેંકી, ત્રીજીવાર ફેંકી. ત્રણ ત્રણ વાર ફેંકવા છતાં જવાળાઓ પ્રભુ ઉપર અસર કરવામાં નિષ્ફળ ગઈ. એટલે એને વધારે ગુસ્સો આવ્યો અને પ્રભુને દંશ મારવા અધિરો થયો. મનમાં હતું કે, મારો એક જ દેશ આને હતો ન હતો કરી નાંખશે. એથી એ ધસમસતો દોડ્યો. દોડીને એ પ્રભુના ચરણ પાસે પહોંચ્યો. ક્રોધમાં ને ક્રોધમાં એણે પોતાની ફણા ઊંચી કરી જોરથી ઝટકો માર્યો અને પ્રભુના અંગુઠાને પોતાના મોઢામાં લઈ લીધો. જેટલું ઓકી શકાય તેટલું ઝેર એણે પ્રભુના અંગૂઠામાં ઓકી દીધું. પ્રભુના એ અમૃત ભર્યા અંગૂઠામાંથી અમૃત પીને અમર થવાના બદલે ક્રોધાંધ બનેલા એણે પ્રભુને દંશ દીધો. પણ ક્રોધાંધ બનીને પ્રભુને દંશ દેનાર એ ચંડકૌશિકને આમાંનું કશું જ ભાન ન હતું. કષાયના તીવ્ર અનુબંધ અને એમાંથી પ્રગટેલ ક્રોધના મહાદાવાનળમાં એ ભડભડ બળી રહ્યો હતો. જે નજરે ચડે એના પ્રાણ લેવા એ તલસી રહ્યો હતો. અત્યારે એનું એક જ ધ્યેય હતું કે, દંશ દઈને આને હમણાં જ હતો ન હતો કરી દઉં.
પ્રભુ વરના ચરણને દંશ દઈને એ ઝડપથી પાછો ફર્યો. કારણ કે, એને પોતાના કાતિલ ઝેર ઉપર વિશ્વાસ હતો કે, એ શરીરમાં જતાં જ આના પ્રાણ હરી લેશે અને મહાકાય આ માનવી નીચે ઢળી પડશે. આ મહાકાય જો મારા ઉપર પડશે તો મારા પણ રામ રમી જશે. એણે પ્રભુ સામે નજર કરી કે એ પડ્યો કે નહિ. પ્રભુને એમને એમ સર્વથા શાંત, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે ઉભેલા જોઈને એ આશ્ચર્યમાં પડ્યો. એમાં એને વધારે આશ્ચર્ય તો ત્યારે થયું કે, જ્યારે એણે દંશ દીધેલા અંગૂઠામાંથી લાલ કે કાળા લોહીના બદલે શ્વેત-ઉજ્વળ-ધવલ દૂધશા પ્રવાહને ઉંચી ધાર રૂપે વહેતો જોયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
..................................................................................................................
..........................................................................................................................................................................................................