________________
૧૧ – ૧: બોધ પામો ! બોધ પામો! પ્રભુ વીરની એ વાણી છે! - 14 – 291.
એને થયું કે આ શું? હું શું જોઈ રહ્યો છું? આમ કેમ બન્યું ?ન મારી દૃષ્ટિજ્વાળાઓની કોઈ અસર થઈ, ન કોઈ મારા દેશની અસર થઈ, ન એ ધરતી ઉપર ઢળી પડ્યો કે, ન એના ચહેરા ઉપર વેદના પ્રગટી, ન એના અંગૂઠામાંથી કૃષ્ણ કે રક્ત રૂધિરનો પ્રવાહ છૂટ્યો. આ તો એમને એમ શાંત, સ્થિર અને સુપ્રસન્ન વદને ઉભા છે. ચહેરા ઉપરથી કરુણાનો ધોધ વહી રહ્યો છે, તો એના અંગૂઠામાંથી શ્વેત-ઉજ્વલ દૂધ સમાન પ્રવાહ છૂટી રહ્યો છે. આ બધું શું છે ? આમ, એ વિચારી રહ્યો છે. ત્યાં તો એના કાને પરમ પવિત્ર મંત્રશા શબ્દો સંભળાયા. એ શબ્દો હતા, “ ચંડયા ' બોધ પામ, બોધ પામ ચંડકૌશિક ! જાગ જાગ ચંડકૌશિક ! તું તને ઓળખ ચંડકૌશિક ! તારા સ્વરૂપને જાણ જાણ ચંડકૌશિક ! - એવો એ મહામંત્રનો – મંત્રપદોનો નાદ હતો અને એ મંત્ર મહાકરુણા મૂર્તિ પ્રભુ મહાવીરના મુખમાંથી નિસર્યા હતાં.
પરાકાષ્ઠાનું સમત્વ અને પરાકાષ્ઠાની કરુણાની એ પેદાશ હતી. છબસ્થ કાળનો એ પરમ શ્રેષ્ઠ ઉપકાર હતો.
ચંડકૌશિકની જ્વાળાઓ કે ઝેર પ્રભુને સ્પર્શી ન શક્યું. પણ પ્રભુનાં મંત્ર પદો ચંડકૌશિકને સ્પર્શી ગયાં, એને જગાડી ગયાં, આત્મભાન કરાવી ગયાં. સ્વરૂપ દર્શન કરાવી ગયાં. કષાયના અનુબંધને તોડી ગયાં. ક્રોધના દાવાનળને શાંત કરી ગયાં. અંતરંગ વિષભાવનાને અમૃતમાં પલટાવી ગયાં. સંભવિત એવી અનંત જન્મ-મરણની પરંપરાનો અંત લાવી ગયાં.
પ્રભુના મુખમાંથી નીકળેલાં છુટ્ટા-વુ ચંડવોશિયા !' એ મંત્ર પદો કાને પડતાં જ એના આત્મામાં અમૃતનો સંચાર થયો. મોહવિષનો ઉતાર થયો, જાગૃતિનો અજવાસ થયો. મનોમન ઉહાપોહ જાગ્યો. જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ભવોનું ભાન થયું. પૂર્વે કરેલી ઉત્તમ સંયમ સાધના, એમાં કરેલી વિરાધના, પ્રગટેલો અહં અને ક્રોધ એમાંથી પ્રગટેલ હિંસક પરિણામ. એમાંથી સર્જાયેલા દારૂણ અનુબંધ, એના યોગે થયેલી કષાયાવિષ્ટ ભવપરંપરા, એમાં ભળેલું હિંસક ભાવોના અનુબંધનું કાતિલ વિષ, આમ છતાં એમાં મળેલા પ્રભુ, પ્રભુ સાથે પોતે આચરેલો હિંસક વ્યવહાર, તે પછી પણ પ્રભુએ વર્ષાવેલી મહાકરુણા. આ બધું જ ક્ષણવારમાં જાગૃત થયેલા એના આત્માએ અનુભવી લીધું અને એણે કષાયોને, હિંસક ભાવોને, અહંને તિલાંજલિ આપી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org