________________
૨૯
–
૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15
-
309
નાક એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! આંખ એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! હાથ એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! પગ એ તમે છો ? ના, કારણ કે, એ ન હોય તો પણ તમે રહેવાના છો ! આ રીતે એક એક અવયવ માટે વિચારો. તમારી કીડની નીકળી ગઈ, ફેફસું ખલાસ થઈ ગયું, આંતરડાંનો કોઈ ભાગ કાઢી નાખવામાં આવ્યો - તમારા શરીરમાંનું ઘણું ઘણું લોહી વહી જાય, છતાં તમે હોવાના ? એટલે આમાંની કોઈ વસ્તુ એ તમે નથી જ. તમે એના કરતાં જુદા જ છો. બરાબર?
હા ! શરીરના આધારે તમારું જીવન ટકે છે, એ જુદી વાત પણ શરીર એ તમે નથી એ નક્કી વાત છે.
આજે વિચારોનું વલોણું કરાવવું છે - માત્ર મોઢેથી બોલાવવું નથી, અંદર લઈ જવા છે; અંતર્મુખ બનાવવા છે; ચિંતનની ભૂમિકા ઉભી કરવી છે અને ભાવનામાં સ્થિર કરવા છે. માટે એ અંગેના મુદ્દા તમારી સામે રજૂ કરું છું.
જો શરીર તમારું નથી, તેની અંદરની વસ્તુઓ તમારી નથી તો દુનિયાની બીજી કઈ વસ્તુ તમારી હોઈ શકે ? હવે વિચારો કે પત્ની મારી નથી, પરિવાર મારો નથી, બાળકો મારાં નથી અને આ શરીર પણ મારું નથી તો એ સિવાય બીજું મારું શું હોઈ શકે ?
બહુ સાંભળ્યાનું બહુ પરિણામ આવે, એવું નથી. બહુ કરવાથી બહુ પરિણામ આવે, એવું નથી. બહુ ખાવાથી બહુ શક્તિ મળે, એવું નથી. પણ ખાધેલું જેટલું પચે તેટલી શક્તિ મળે અને સાંભળેલું જેટલું પરિણમે તેટલો બોધ થાય. પરમાર્થ પામો: બાપ અને ત્રણ દીકરા :
એક પિતા હતા. તેમને ત્રણ દીકરા હતા. પિતાનો છેલ્લો સમય હતો. પિતાએ ત્રણેય દીકરાને બોલાવ્યા.
મોટા દીકરાને કહ્યું, “બેટા, દીવો પ્રગટાવ ! મોટો દીકરો ઘી લેવા ગયો અને ઘી લઈને આવ્યો. બાપાએ કહ્યું, ‘એ ઘી રહેવા દે ! ફલાણી ગાગરમાં જે ઘી છે, તે લઈને દીવો પ્રગટાવ ! એટલે સંતોષ લઈને જઉં.” દીકરો ગયો, ગાગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org