________________
–
૨ – આતમ જાગો !
310
જોયું અને પાછો આવ્યો ! બાપાને કહ્યું, “દીવો નહિ પ્રગટે ?' “કેમ ?” તેમાં દહીં છે, ઘી નથી.” બાપાએ કહ્યું, “ના, એમાં પણ ઘી છે જ.”
દીકરો કહે છે, મારી સગી આંખે જોઈને આવ્યો ! અંદર ઘી નથી, દહીં જ છે.” વિચારે છે કે – બાપાની સાઠે બુદ્ધિ નાઠી લાગે છે. બાપાએ નિસાસો નાંખ્યો ! બાપને થયું કે દીકરામાં જરાય જ્ઞાન નથી, એ શી રીતે સુખી થશે.
બાપાએ બીજા દીકરાને કહ્યું, “બેટા ! તું એ ગાગરમાંથી એ ઘી લઈને દીવો પ્રગટાવ, એટલે સંતોષ લઈને જાઉ.' તે પણ ગયો, તેને પણ દહીં જ દેખાયું, પણ લાગ્યું કે આમાં ઘી છે જ. એને ખ્યાલ તો જરૂર આવ્યો કે, બાપા શું કહેવા ઈચ્છે છે. એથી એ સમજ્યો પણ ખરો કે આ દહીંમાં ઘી છે જ પણ એ મેળવવા વલોણું કરવું પડે. એ બધુ થાય તો જ ઘી હાથમાં આવે અને દીવો પ્રગટે. પણ તે સ્વભાવનો આળસુ હતો, એટલે એને થયું કે એક દીવો પ્રગટાવવા આવી બધી લટપટ શું કામ કરવી ! એણે આવીને કહ્યું કે, એમાં તમારા કહ્યા મુજબ ઘી છે તો ખરું પણ વાઢીમાંથી જેટલી સહેલાઈથી ઘી લઈને દીવો પ્રગટાવી શકાય તેવું એ સહેલું નથી. મારાથી એ નહીં થાય. બાપને થયું કે, આ દીકરામાં અક્કલ છે, પણ ઉદ્યમ નથી, માટે સુખી નહીં થાય.
બાપાએ ત્રીજા દીકરાને પણ તે ઘીમાંથી દીવો પ્રગટાવવા કહ્યું.
ત્રીજા દીકરાએ કહ્યું, હમણાં જ પ્રગટાવું છું. પહોંચ્યો – દહીંનું વલોણું કર્યું - માખણ કાઢ્યું અને તેમાંથી ઘી બનાવ્યું. તે ઘીમાંથી દીવો પ્રગટાવ્યો. પિતાને એની સૂજ-સમજ અને સક્રિયતાથી ઊંડો સંતોષ થયો. તેમણે કહ્યું કે, “બેટા, મારો વારસો તું જાળવીશ એવો મને વિશ્વાસ છે !
જે લોકો ધર્મ આરાધના કરતા નથી એની વાત બાજુ ઉપર રાખીએ તોય ધર્મ આરાધના કરનારો વર્ગ પણ આ રીતે ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે.
એક વર્ગ એવો છે કે જેને શરીરમાં આત્મા છે, એ વાત સમજાતી જ નથી?-૧ બીજો વર્ગ એવો છે કે જેને શરીરમાં આત્મા છે અને તે શરીરથી જુદો થઈ શકે છે, એ સમજાય છે પણ એ માટે એનો કોઈ પ્રયત્ન નથી - ૨
જ્યારે ત્રીજો વર્ગ એવો છે કે, જે શરીરમાં આત્મા છે – તેમ જાણે છે અને તે સમ્યગુ પુરુષાર્થ દ્વારા છૂટો થઈ શકે છે, તેમ માને છે. તેથી તે માટે સમુચિત પુરુષાર્થ પણ કરે છે - ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org