________________
૫૪
-
ર - આતમ જાગો !
–
|
334
દીકરા-દીકરીઓને અનાર્યદેશમાં મોકલવાના મનોરથો થાય છે, અનાર્યત્વના સંસ્કારો આપવાના મનોરથો થાય છે, ત્યાં સ્થાયી” કરવાના મનોરથો થાય છે અને ત્યાં સ્થાયી થઈ જાય એટલે એમાં ગૌરવ અનુભવાય છે. “આ બધું કેટલું યોગ્ય અને કેટલું હિતકર છે તે વિચારજો !
અભયકુમારની મૈત્રીને કારણે આદ્રકુમારને જિનેશ્વર પરમાત્માની પ્રતિમા મળી, તેના ઉપર એણે નજર સ્થિર કરી, પ્રતિમાની વીતરાગી મુદ્રા જોતાં જ આત્મજ્ઞાન લાધ્યું, સૂતેલો આત્મા જાગ્યો.
એક વાત ધ્યાનમાં રહેવી જોઈએ કે, પરમાત્માની પ્રતિમાનું દર્શન એ આત્મદર્શન માટેનું અનુપમ આલંબન છે.
પરમાત્માની પ્રતિમા ખુદ આપણા સ્વરૂપનું પ્રતિબિંબ છે. તેની વીતરાગતા, તેની સર્વજ્ઞતા, તેની કરુણા, તેના ગુણો, તેની મુદ્રા, તેનું સ્વરૂપ, આપણા ખુદના સ્વરૂપને બતાવનારું છે, જોવાની દૃષ્ટિ જોઈએ.
અત્યાર સુધીમાં આપણે ઘણીવાર આંગી કરી, ઘણી પૂજાઓ કરી, પણ તે કરતાં પ્રતિમામાં જાતને જોવાનો પ્રયત્ન ક્યારેય કર્યો ?
પરમાત્માની પૂજા એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. મોટા ભાગની એ અવદશા છે કે, એણે પૂજા ચાલુ રાખી, પણ ધ્યાનને ધ્યાનમાં જ ન લીધું. ધ્યાનની ઉપેક્ષા કરી અનાદર કર્યો.
મોટો ભાગ એવો છે કે જેણે ક્રિયાઓ ચાલુ રાખી પણ ધ્યાનને, ભાવનાઓને બાજુમાં મૂક્યાં, માત્ર ક્રિયાઓને વળગી પડ્યા, તેમાં જ અટવાઈ ગયા, ચાલવાનું ચાલુ જ રાખ્યું. પણ ક્યાં જવું છે, એ ક્યારેય ન વિચાર્યું. ભૂખ્યા રહેવાની ક્રિયા કરી, મહિના સુધીના ઉપવાસ કરી માસક્ષમણ વગેરે તપ કર્યો પણ એ તપ દરમ્યાન અંતર્મુખ થઈ આત્મભાન જાગૃત કરવાનું હતું તે ક્યારેય ન કર્યું. જે આત્મપરિણતિ કેળવવાની હતી તેનો વિચાર પણ ન કર્યો. આ સ્થિતિમાં ભવસાગર શી રીતે તરાય, આત્મસ્વરૂપ શી રીતે પમાય ? ભગવંતે આપેલ ફ્રિાજ્ઞ' ના સંદેશને જો લક્ષ્યમાં નહિ જ લઈએ તો આપણું કલ્યાણ, કોણ શી રીતે કરી શકશે ?
આકુમારે એક સરખી, એકધારી નજરે પરમાત્માની પ્રતિમાને જોઈ, પ્રતિમાને જોતાં જોતાં “આવું ક્યાંક જોયું છે' - એમ થયું અને એમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org