________________
પપ
–૩: બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં - 16 –
335
જાતિસ્મરણ જ્ઞાન થયું, જેના દ્વારા પૂર્વજન્મમાં કરેલી સાધના યાદ આવી અને તેમાં કરેલી વિરાધના પણ યાદ આવી. તે વિરાધનાના કારણે જ જિનરાજનું શાસન ન મળ્યું, ધર્મ ન મળ્યો, સાધનાનો માર્ગ ન મળ્યો. ધર્મનો ઉપદેશ આપનારા સગુરુ ભગવંતો પણ ન મળ્યા. ચતુર્વિધ સંઘનો પડછાયો પણ ન મળ્યો અને આ અનાર્યદેશમાં જન્મવાનો વારો આવ્યો. એ બધું જ યાદ આવ્યું.
“સંવાદિ વહુ ઘેરું ' - નો સંદેશ એમને માટે પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય બની ગયો. મનમાં એક જ ઝંખના થઈ કે ક્યારે આ અનાર્ય દેશને છોડું, આ અનાર્ય દેશનાં, અનાર્ય સંસ્કારનાં, અનાર્ય પરિવારનાં બંધનોને તોડું, સર્વવિરતિ પામું અને પરમાત્માના ચરણે જીવન સમર્પિત કરું.
પિતા રાજવીને ખબર પડી ગઈ કે આ આર્યદેશમાં જવા ઈચ્છે છે. એ ન જઈ શકે તે માટે તેની ચારે બાજુ લકર મૂકવામાં આવ્યું. જેટલા સેવકો મૂકવામાં આવ્યા, તેમને કહેવામાં આવ્યું હતું કે, સેવા અખંડ કરવી, એના અંગત જીવનમાં ક્યાંય ડખલ ન કરવી. આમ છતાં ચારે બાજુથી એના ઉપર ચાંપતી નજર રાખવાની કે, એ ક્યાંય અહીંથી ભાગી ન જાય. આ પંખીડું આ દેશ છોડીને ઉડી ન જાય ! સેવા પણ બંધન હોઈ શકે ?
આદ્રકુમારની સેવામાં જે સેવકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા, તે આદ્રકુમારનો પડતો બોલ ઝીલતા, ઈશારો કરે ત્યાં કામ થઈ જતું. ન ગરમી લાગવા દે, ન ઠંડી લાગવા દે, ના શરીર પર મચ્છર બેસવા દે, ન માખી બેસવા દે. પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જાય. ચોવીસ કલાક બરાબર કાળજી રાખે. ક્યાંય અનાદર નહિ, ક્યાંય અવિનય નહિ. આમ છતાં આદ્રકુમારને એ વાતની બરાબર ખબર હતી કે, આ બંધન છે. સેવક અને સેવાના રૂપમાં બેડી છે.
તમારો નોકર, તમારો દીકરો, તમારી દીકરી, તમારી પત્ની કે તમારાં સગાં-વહાલાં તમારી ખૂબ કાળજી લેતાં હોય ત્યારે તમને લાગે કે આ બંધન છે, બેડી છે ?
માનો કે રાજ્યના કોઈ ગુનાના આરોપસર તમને પકડવામાં આવ્યા હોય. એ પછી જામીન ઉપર છોડવામાં આવ્યા હોય. હજુ ગુનો પૂરવાર કરવાનો બાકી હોય, તમે કોઈ ગુનો નથી કર્યો, છતાં તમારી ઉપર ચોકી મૂકવામાં આવી હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org