________________
૫૭
આતમ જાગોં !
તમે કાંઈ પણ કરો, ક્યાંય પણ જાઓ ત્યારે, ચાર નજ૨ તમારી ઉપર ચાંપતી ને ચાંપતી ફરતી હોય, બને કે તમારી ખૂબ જ સરભરા કરાતી હોય પણ ત્યારેય તમને ખબર હોય છે કે, ‘આ બંધન છે, એ બેડી છે.' આવા સમયે તમારા મનમાં શું થતું હોય ?
આ
મોહરાજાએ આપણી ચારે બાજુ ચોકી મૂકી છે. બને કે અમારી પાસે અમારા શિષ્યના રૂપે પણ એ હોઈ શકે, સાધ્વીજી મહારાજને શિષ્યાના રૂપે પણ એ હોઈ શકે, ભક્તવર્ગના રૂપે પણ હોઈ શકે, તમારી પાસે પત્ની-પરિવારના રૂપે પણ હોઈ શકે. સ્વજનોના રૂપે પણ હોઈ શકે. એ બંધન છે એવી પ્રત્યેક સાધકને ખબર હોવી જોઈએ.
336
આર્દ્રકુમારને એ બંધન છે એની ખબર હતી, એટલે એમાં એ ફસાયા નહીં. બરાબર એક દિવસ બધાને ભ્રમમાં નાંખીને વહાણના માર્ગે, અનાર્ય દેશનો ત્યાગ કર્યો, આર્યદેશમાં પગમંડાણ કર્યું. આમ છતાં ભગવાનના ચરણે પહોંચતાં-પહોંચતાં એમને કેટ-કેટલાં વિઘ્નો આવ્યાં ? તે આપણે આગળ જઈને આ જ સૂયગડાંગ સૂત્રમાં જોવાનું છે.
માર્ગમાં એમને ગોશાળો મળ્યો, પાખંડીઓ મળ્યા, તાપસો મળ્યા, બધાએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. એ બધાંએ પ્રભુ મહાવી૨ સુધી એ ન પહોંચી શકે તે માટે તેની પ્રજ્ઞાની ચારેય બાજુ અપસિદ્ધાંતોની દિવાલો ઉભી કરવાના પ્રયત્નો કર્યા; આમ છતાં એ બધાં બંધનોને ફગાવીને અંતે આર્દ્રકુમાર ભગવાન મહાવીરના ચરણોમાં પહોંચ્યા. ભગવાન શ્રી મહાવીરસ્વામીના ચરણે જઈને તેમણે સંયમ સ્વીકાર્યું. સંયમ સ્વીકારીને તેઓ ૫૨મ ગીતાર્થ બન્યા. જેને કારણે એમને એકાકી વિચરવાની અનુજ્ઞા મળી હતી.
Jain Education International
વિહાર કરતાં કરતાં એકવાર તેઓ એક ગામની બહાર ખંડેર જેવા મંદિરમાં ધ્યાનમાં ઉભા હતા. ગામની કુમારિકાઓ રમત કરવા માટે આવી હતી, અંધારિયા મંદિરમાં આછેરો પ્રકાશ વહી રહ્યો હતો, જેમાં મંદિરના થાંભલા ઝાંખા ઝાંખા દેખાતા હતા. એ મંદિરના જેટલા થાંભલા હતા, તેના કરતાં એક વધારે છોકરી હતી. રમતની રીત એવી હતી કે એક-બે ને ત્રણ બોલાય, ત્યાં બધી છોકરીઓ થાંભલાને વળગીને બોલે કે, ‘આ મારો વ૨’ અને જેના હાથમાં થાંભલો ન આવે તે હારી કહેવાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org