________________
૩૨
૨ - આતમ જાગો !
આત્માને માનનારનાં વાણી, વિચાર અને વર્તન જુદાં હોય. તેની ચાલ બદલાઈ જાય. તેની શકલ બદલાઈ જાય.
312
બીજા દીકરાની જેમ જેને ખ્યાલ આવ્યો કે, આ શરીરમાં આત્મા છે, કર્મનાં બંધનોથી એ બંધાયેલો છે, પુરુષાર્થ દ્વારા એ બંધનોને તોડી શકાય છે, પણ એ માટે જરૂરી પુરુષાર્થ કરવાની એની તૈયારી જ હોતી નથી. આપણે આત્માને જાણ્યો, આત્માના બંધનને જાણ્યું, એ બંધનને તોડવાનો માર્ગ પણ જાણ્યો. પણ વલોણું કરીને ઘી મેળવવારૂપ બંધનને તોડીને આત્માને પ્રગટ કરવાનો જે પુરુષાર્થ કરવાનો છે, તેમાં ઉણા ઉતર્યા છીએ.
ત્રીજા દીકરા જેવા જે મહર્ષિઓ હતા તેમણે ગોળીમાં રહેલા દહીંમાં ઘીને જાણ્યું, વલોણું કર્યું, ઘી મેળવ્યું ને દીવો પ્રગટાવ્યો ! આત્માને જાણ્યો, બંધનોને જાણ્યા, બંધનોને તોડવાનો માર્ગ જાણ્યો અને બંધનોને તોડ્યાં. આત્મસ્વરૂપને પ્રગટ કર્યું અને સિદ્ધશિલા ઉપર જઈને વસી ગયા.
સ્વભાવમાં વિકૃતિ લાવે છે કર્મના બંધનો :
પહેલું કામ આત્માને ઓળખવાનું છે. કારણ કે, આત્મા ઓળખ્યા વગર બંધન-બંધન તરીકે ઓળખાય એ શક્ય નથી. એટલે પહેલાં એ નક્કી કરો કે, હું આત્મા છું, ! અનાદિકાળથી મારું અસ્તિત્વ છે અને અનંતકાળ સુધી હું રહેવાનો છું.
ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિઓમાં ભટકવું, વિવિધ સ્વરૂપોને ધારણ કરવાં, ચૌદ રાજલોક સ્વરૂપ વિશ્વમાં ઉપરથી નીચે ફરવું, તે આત્માનું સ્વરૂપ નથી. રાગ અને દ્વેષ ક૨વો, એ આત્માનું સ્વરૂપ નથી. માયા-પ્રપંચ અને કપટ કરવાં તે આત્માનું સ્વરૂપ નથી. ક્રોધ, લોભ અને માન-માયા કરવાં તે આત્માનું સ્વરૂપ નથી. જો એ આત્માનું સ્વરૂપ નથી, તો કેમ થઈ રહ્યું છે ? ઘરમાં તમારો દીકરો ખૂબ વિનીત હોય, બધું સાંભળનારો હોય, બધું કહ્યું કરનારો હોય, પણ એકાએક તેનામાં પરિવર્તન આવે તો તમને શું થાય ? પહેલાં તમારું કહ્યું બધું જ સાંભળતો હતો, બધું જ કરતો હતો અને અત્યારે કાંઈ સાંભળતો નથી. કશું કહ્યું કરતો નથી તો તરત થાય ને કે; આપણા દીકરાનો
આ સ્વભાવ ન હતો, એકાએક તેનામાં આ પરિવર્તન કેમ આવ્યું ? આમ કેમ બન્યું ? તેવો વિચાર કરો ને ? તેમ રાગ-દ્વેષ કરવો તે આત્માનો સ્વભાવ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org