________________
૩૩
–
૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15
-
313
ચૌદ રાજલોકમાં ભ્રમણ કરવું તે આત્માનો સ્વભાવ નથી, માયા, પ્રપંચ ને કપટ કરવાં તે આત્માનો સ્વભાવ નથી. ક્રોધ, લોભ અને માન-માયા કરવા તે આત્માનો સ્વભાવ નથી. છતાં આજે આપણો આત્મા એ બધું કરતો દેખાય છે. એનું કારણ શું ?
આ પરિસ્થિતિનું નિર્માણ કરનાર જો કોઈ હોય તો તે કર્મનું બંધન છે. એના કારણે જ જે સ્વભાવ આત્માનો નથી, તે જ પ્રવૃત્તિ આજે આત્મા કરી રહ્યો છે. ચિરંતનાચાર્યશ્રીએ રચેલા “પંચસૂત્ર'નાં આ ત્રણ પદો યાદ કરો. 'अणाइ जीवे, अणाइ जीवस्स भवे, अणाइकम्मसंजोगनिव्वत्तिए ।' જીવ અનાદિનો છે, જીવતો સંસાર અનાદિનો છે અને તે
અનાદિ કર્મના સંયોગથી સર્જાયેલો થયેલો છે.' આ ઉપરથી નક્કી થાય છે કે – હું અને તમે અનાદિના છીએ, મારો અને તમારો સંસાર અનાદિકાળનો છે અને અનાદિકાલિન કર્મસંયોગથી પેદા થયેલો છે.
જ્ઞાની ભગવંતો આમ કહીને આપણને ભૂતકાળમાં લઈ જવા માંગે છે. આપણે બહુ ટૂંકી દૃષ્ટિના માણસો છીએ. કોઈ કહે, કેમ ભાઈ ! કેટલાં થયાં ? તરત આપણે કહીએ ૨૦-૨૫ કે ૫૦ વર્ષ થયાં પણ તે તમારાં નહિ, તે તો તમારા શરીરનાં થયાં. તમારાં કેટલાં થયાં એ કહો ! પણ એની તો ખબર જ નથી.
જ્ઞાની ભગવંતો આપણને એક નવી દૃષ્ટિ આપવા માંગે છે. એ આપણા આત્માનો, આ સંસારનો અને કર્મ સાથે આત્માના બંધનનો કાલખંડ ઓળખાવવા માગે છે.
જે નરી આંખે જોઈ શકાતું નથી, તે શ્રુતનાં ચશ્માં પહેરવાથી જોઈ શકાય છે.
અસંખ્ય પ્રદેશ રૂપ આત્મા, તેના એક એક પ્રદેશ ઉપર લાગેલી અનંત-અનંત કાર્પણ વર્ગણા, તેને કારણે આત્માએ પોતે ગુમાવેલું પોતાનું સ્વરૂપ, એ બધું સમજાવું બહુ જરૂરી છે.
આત્માનું પોતાનું સ્વરૂપ નાશ તો નથી પામ્યું પણ દબાઈ ગયું છે, અવરાઈ ગયું છે. ગમે તેવું તેજસ્વી રત્ન હોય, તેને માટી કે છાણ લાગે ત્યારે તેનું તેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org