________________
૩૫
–
૨: આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15
–
315
સભા: ત્યાં જીવ પાપ કેવી રીતે બાંધે ? સંજ્ઞાઓને કારણે. આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ ચાર સંજ્ઞાના કારણે પણ કર્મ બંધાય છે. ત્યાં દ્રવ્યમાન ભલે ન હતું, પણ ભાવમન તો જરૂર હતું. એ ભાવમનના યોગે પણ જીવ ત્યાં પળે પળે પાપ બાંધે છે. હું જે બેહાલીની વાત કરવા માગું છું, તેની જરા કલ્પના તો કરો !
થોડાં વર્ષો પહેલાં મારે અમદાવાદ છોડીને મુંબઈ તરફ જવાનું હતું. વિહારના આગલા દિવસની જ આ વાત છે. એક બેન આવ્યાં અને મને કહ્યું, મહારાજ સાહેબ, મારા બાપુજીને લઈને આવું, બે વાત કરજો ને !' મેં કહ્યું, શેના અંગેની ?” પછી એમણે મને પરિસ્થિતિનું બયાન આપ્યું. “છ મહિના પહેલાંની વાત છે. બાપુજી સાવ સાજા-નરવા હતા. ક્યાંય નખમાંય રોગ ન હતો, એકાએક રાત્રે તાવ આવ્યો. તેમાં ખેંચ આવી અને એક સાથે આંખ અને કાન બન્ને ચાલ્યા ગયા !”
તેમની દશા શું થઈ હશે ? વિચાર કરો કે, આંખ ચાલી જાય તો માણસ હજી કાનથી પણ વ્યવહાર કરી શકે ! કાન ચાલ્યા જાય તો કદાચ આંખથી પણ વ્યવહાર કરી શકે, પણ જ્યારે એક સાથે બન્નેય ચાલ્યાં જાય તો વ્યવહાર કેવી રીતે કરે ? દિવસ થયો કે રાત થઈ, ખબર શું પડે ? બહારના એક વાતાવરણની કલ્પના પણ એને ન આવે. પાસે કોઈ છે કે નહિ ? તે પણ ખબર ન પડે, પોતે કાંઈ બોલે તે કોઈએ સાંભળ્યું કે નહિ, તે પણ ખબર ન પડે ! કોઈએ એને કાંઈ કહ્યું, તે પણ ખબર ન પડે !
તે બહેન પોતાના પિતાજીને મારી પાસે લઈ આવ્યાં. ટેકો આપીને તેમને મારી પાસે બેસાડ્યા. એમનાં દીકરીએ કહ્યું કે, “મહારાજ સાહેબ ! મારા પિતાજીને દેખાતું પણ નથી અને સંભળાતું પણ નથી. એટલે અત્યારે તેઓ ક્યાં છે, એમની આજુબાજુમાં કોણ છે, એની એમને કશી જ ખબર નથી.' મેં પૂછ્યું તો તમે એમની સાથે વ્યવહાર શી રીતે કરો છો ?' તેમણે કહ્યું કે, “જ્યારે એમને અડીએ ત્યારે જ એમને ખ્યાલ આવે કે, એમની બાજુમાં કોઈક છે અને સ્પર્શથી જેટલું સમજાવી શકાય તેટલો વ્યવહાર શક્ય બને.”
જેને દેખાતું ન હોય તેઓ સાંભળીને અવાજ ઉપરથી પણ પોતાનો વ્યવહાર ચલાવી શકે અને જેમને સંભળાતું ન હોય તે જોઈને પણ પોતાનો વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org