________________
૧૩૨
૨ -
આતમ જાગો !
યુવાન દેખાવવાનો પ્રયત્ન કરવો. કેટલાક નાની ઉંમરમાં મળતા લાભ મેળવવા મોટા હોવા છતાં નાના દેખાવું, વાળ ધોળા થયા છતાં લપ કરી કાળા દેખાડવા, હાઈટ ટૂંકી હોય તો ઊંચા જોડાં પહેરી ઊંચા દેખાવું. કુદરતી લાલાશ ન હોવા છતાં દેખાડવા હોઠ વગેરેને લપેડા કરવા. કદરૂપ મોઢું રૂપવાન દેખાડવા મેકઅપ લગાડવો તે પણ માયા. એક રૂપિયો ખર્ચીને સવા રૂપિયો બતાવવો તે પણ માયા. આવા તો માયાના અનેક પ્રકાર છે. વિચારશો તો જીવનની કઈ કઈ પળોમાં અને કયા કયા ક્ષેત્રોમાં કેવી માયા રચાય છે, તેનો ખ્યાલ આવશે. જો માયાને બરાબર ઓળખી શકશો તો જ એનાથી બચી શકશો. માયાને ઓળખવા અંતર્મુખ થવું અને મનના દરેક ભાવોને વાંચવા જરૂરી છે.
ધર્મક્રિયાઓ પણ જો આત્મહિતની ભાવનાથી થતી ન હોય, હૈયામાં ધર્મની કોઈ રુચિ ન હોય છતાં ધર્મી દેખાવા ધર્મક્રિયા કરાતી હોય તો તે પણ માયાનો જ એક પ્રકાર છે. ધર્મી ન હોવા છતાં ધર્મક્રિયાનો દેખાડો કરી ધર્મી તરીકે ઓળખાઈ દુન્યવી લાભો મેળવવાનો પ્રયત્ન એ પણ એક પ્રકારની માયા જ છે.
412
દરેક વસ્તુનો મર્મ ભૂલી ગયાં તેનું આ પરિણામ છે. ઉપવાસ કર્યો પણ આત્માની સમીપ ન વસ્યા. પૌષધ કર્યો પણ આત્માનાં ધર્મની પુષ્ટિ ન કરી. સામાયિક કર્યું પણ આત્માને સમતાભાવમાં ઝાકઝબોળ ન કર્યો. જે કાંઈ કર્યું, · તે બીજાને દેખાડવા માટે કર્યું. માટે જ રત્નાકર પચ્ચીસીમાં પૂ. આ. શ્રી રત્નાકરસૂરીશ્વરજી મહારાજે લખ્યું કે,
'वैराग्यरङ्गी परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय ।'
"
‘ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા,
ને ધર્મના ઉપદેશ રંજન લોકનું કરવા કર્યા.’
બીજાને ઠગવા વૈરાગ્યના રંગ ધર્યા અને લોકોને ખુશ ક૨વા ધર્મના ઉપદેશ આપ્યા. પોતાના આત્મા માટે કાંઈ ન કર્યું.
દાન આપ્યું, પણ આત્મકલ્યાણ માટે નહિ. લોકોને લાગે કે, ‘આટલા રૂપિયા વાપરે છે, નક્કી પાર્ટી સદ્ધર છે.' પછી જેટલાને અદ્ધર કરવા હોય, તેટલાને અદ્ધર કરી શકાય.
શીલના નિયમ જાહેરમાં લીધા. લોકોને લાગે કે, કેવો સંયમી છે ! એના ઓઠા નીચે જેટલાને બરબાદ કરવાં હોય તેટલાને કરી શકાય. જાહેરમાં તપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org