________________
૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19
નિયમ લીધા. લોકોને લાગે કે કેવા તપસ્વી છે, પણ ખરેખર તપ કરતા જ ન હોય. તપ કરીને ય આત્મકલ્યાણની ખેવના ન હોય અને કાંઈક ભળતા જ હેતુથી તપ કરાતો હોય, આમ છતાં તપસ્વીને જોઈ લોકો માને કે કેટલી બધી આત્મકલ્યાણની ખેવના છે અને હૈયામાં આત્માનો કોઈ વિચાર જ ન હોય તો આ પણ એક પ્રકારની માયા જ છે. આવી વૃત્તિ રાખીને જે દાનાદિ ક્રિયા કરે તે બધો દંભ છે, માયા છે, પ્રપંચ છે. જે અત્યંત ઘાતક છે. એને ઓળખવી અને એનાથી બચવું અત્યંત જરૂરી છે.
૧૩૩
માયા પછી આવે છે લોભ : સજીવ કે નિર્જીવ જે ગમ્યું તે મેળવવાનું મન મળેલાને ભેગું કરવાનું મન, તેને સાચવવાનું મન એ લોભ છે.
413
લોભવૃત્તિની આગ જેના હૈયામાં પ્રગટે છે, તેને જે કાંઈ દેખાય તે બધું જ મેળવવાનું અને પોતાનું બનાવવાનું મન થાય છે. પછી તે સજીવ હોય કે નિર્જીવ, નાનું હોય કે મોટું, અલ્પ મૂલ્યવાળું હોય કે બહુમૂલ્ય; બધું જ મેળવવાનું અને પોતિકું બનાવવાનું મન હોય છે. એની સાથે પરિગ્રહસંજ્ઞા, આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન જોડાય છે. એને માટે ક્રોધ, માયાનો આશરો લેવાય છે. એમાં સફળતા મળતાં માન અને વિષયોને અવકાશ મળે છે. લોભના કારણે ગમે તેટલું મળવા છતાં સદાય અસંતોષનો અનુભવ થાય છે. આમ છતાં આ લોભ ઘણાને લોભ તરીકે - દોષ તરીકે ઓળખાતો નથી, કારણ કે એમાં મિથ્યાત્વ પણ પોતાનો ભાગ ભજવે છે.
-
આ ચારે કષાયો જ્યારે મિથ્યાત્વની સાથે હોય ત્યારે ઘણા તગડા હોય છે અને એથી જ એ કષાયો કષાય તરીકે ઓળખાતા નથી અને એ જીવનનું સિદ્ધિનું અંગ હોય તેવું લાગે છે.
‘ક્રોધ છે માટે જ બરાબર ચાલે છે. હું તો કોઈની સાડા-બારી રાખતો નથી, આપણને કોઈનું ઉધાર રાખવું ફાવતું જ નથી; સગ્ગા-મા-બાપને પણ ચોક્ખચોખ્ખું સંભળાવી દઉં છું,' - આ બધા ઉદ્ગારો ક્રોધના છે. આવું જે માને તેનો ક્રોધ તગડો છે. તે અનંતાનુબંધીનો છે અને મિથ્યાત્વ એની સાથે બેઠું છે. જેથી અનંતકાળ સુધી તેની પરંપરા ચાલે છે. તેવું જ માનનું છે.
Jain Education International
માનમાં અંધ બનેલાના ઉદ્ગારો એના અંધાપાને ઉઘાડો પાડે છે. એ કહે કે, ‘દરેકને ભાન હોવું જ જોઈએ કે આપણે કોણ છીએ ! અભિમાન ન હોય એ
For Private & Personal Use Only
www.jainelibrary.org