________________
૨૦
-
૨ - આતમ જાગો !
–
300
એણે બંધનને બરાબર જાણ્યું અને યુક્તિથી ઉભા કરેલા એ બંધનને પ્રતિયુક્તિથી બરાબર તોડ્યું અને એ બચી ગયો. એક વચનથી અજવાળું :
અભયકુમારને આ આયોજન કર્યા પછી પણ જ્યારે પુરાવો એકેય ન મળ્યો ત્યારે એને જીવતો છોડી દેવામાં આવ્યો. રોહિણીયાને થયું કે, અગર મેં પરમાત્મા મહાવીરનાં આ વચનો ન સાંભળ્યાં હોત તો આજે મારું મોત નક્કી હતું.
એનો બાપ લોહખુર-મહાચોર હતો. જ્યારે એની મોતની વેળા આવી ત્યારે એ તરફડતો હતો. એનો જીવ છૂટતો ન હતો. એને રોહિણીયાએ પૂછ્યું કે, ‘તમારો જીવ કેમ છૂટતો નથી ?' એણે કહ્યું કે, હું કહું એ પ્રતિજ્ઞા તું કરે તો મારો જીવ શાંતિથી છૂટે અને ગતિએ જાય.'
રોહિણીયાએ કહ્યું કે, ‘તમારો જીવ સુખ-શાંતિ પામતો હોય તો તમે કહો તે
લોહખુરે કહ્યું કે, “બેટા ! તું નક્કી કર કે, જીંદગીમાં ક્યારેય મહાવીરનું એક પણ વચન નહીં સાંભળું; તો મારો જીવ શાંતિથી છૂટે' પિતૃભક્ત રોહિણીયાએ હાથમાં પાણી લઈ સૂરજની સાખે પ્રતિજ્ઞા કરી અને લોહખુરની આંખ સદા માટે મીંચાઈ ગઈ.
એકવાર રોહિણીયો રાજગૃહીમાંથી ચોરી કરીને નીકળ્યો ત્યારે નિશ્ચિત કરેલ આયોજન મુજબ અભયકુમારના સૈનિકોએ એને ઘેરી લીધો. બચવાની એક જ દિશા બાકી હતી અને તે દિશામાં જ ભગવાન મહાવીરનું સમવસરણ હતું. ભૂલે ચૂકે ભગવાન મહાવીરનું એકપણ વેણ ન સંભળાઈ જાય, મરતાં મરતાં બાપને આપેલ વચનનો ભંગ ન થઈ જાય તે માટે બન્નેય કાનમાં આંગળી નાંખીને એ દોડી રહ્યો હતો. તેમાં એને પગમાં કાંટો વાગ્યો, છતાં એણે દોડવાનું ચાલુ જ રાખ્યું. પણ વેગ ઘટી ગયો. સૈનિકો અને પોતાની વચ્ચેનું અંતર પણ ઘટવા લાગ્યું.
જ્યારે એને લાગ્યું કે કાંટો કાઢ્યા વગર દોડાય તેવું નથી; ત્યારે એક કાનમાંથી આંગળી કાઢીને કાંટો ખેંચ્યો અને ફરી દોડવા લાગ્યો. પરંતુ એ કાનમાંથી આંગળી કાઢી પગમાંથી કાંટો ખેંચી કાઢે તેટલો જ સમયમાં ભગવાનની દેશનાનાં ચાર વાક્યો એના કાને પડ્યાં. જેમાં ભગવાને દેવોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org