________________
૨૧ – ૧ : બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 – 301, સ્વરૂપ વર્ણવ્યું હતું. એ સમયે એણે જે સાંભળ્યું હતું, તે મનમાં જડાઈ ગયું અને કટોકટીની પળમાં એ વચનો ઉપર શ્રદ્ધા પ્રગટી તો એ બચી ગયો.
જો ભગવાનની વાત એણે સાંભળી ન હોત, એ વાત એણે યાદ રાખી ન હોત અને એ વાત ઉપર અને શ્રદ્ધા થઈ ન હોત તો એ અભયકુમારની જાળમાંથી બચી શક્યો ન હોત.
જો એણે એમ વિચાર્યું હોત કે મહાવીરની વાત ખોટી છે. હું દેવલોકમાં આવ્યો છું અને પ્રત્યક્ષ દેખું છું. હું જે પ્રત્યક્ષ દેખું છું તે સાચું કે પ્રત્યક્ષથી વિરુદ્ધ એવી ભગવાન મહાવીરની વાત સાચી ! અહીં તો મહાવીરે કહ્યું હતું તેનાથી બધુ વિપરીત છે. બાપની વાત સાચી હતી કે, “ભગવાન મહાવીરનો ઉપદેશ ન સાંભળવો ! જે વ્યક્તિ પ્રત્યક્ષ વિરોધી વાતો કરે તે કેમ મનાય ? – આવું જો એણે વિચાર્યું હોત તો એનું પરિણામ શું આવ્યું હોત?
અભયકુમારની યોજનાની જાળમાંથી એ બચી શક્યો. કારણ કે, એણે પ્રભુ વીરનાં વચનો અનિચ્છાએ સાંભળવા છતાં પણ યાદ રાખ્યાં અને અણીના અવસરે કટોકટીની પળે પ્રભુ વિરનાં એ વચનો ઉપર એણે શ્રદ્ધા કરી, એનું પરિણામ એ આવ્યું કે, તે ભગવાન મહાવીરનાં ચરણે ગયો અને એણે પોતાનું જીવતર લેખે લગાડ્યું.
આ રીતે જે જાગે, જાગીને જે પોતાને જાણે, પોતાને જાણીને જે બંધનને પણ જાણે, બંધનને બરાબર જાણીને તોડવાનો પ્રયત્ન કરે તે જ ભવનાં દુઃખોથી મુક્ત થઈ શકે.
બંધનને જાણવા, બંધનને તોડવા માટે શ્રી સુધર્માસ્વામીજી મહારાજા હવે આગળ શું ફરમાવે છે તે અવસરે.
Jain Education International
Jain Education international
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibrary.org
w