________________
૯૭
– ૫ : બંધન અને બંધનનાં કારણોઃ મિથ્યાત્વ અને અવિરતિ - 18 –
377
સમયના ગણિતને સમજવા માટે શાસ્ત્રમાં એક દષ્ટાંત આપ્યું છે. એક કદાવર માણસ હોય, એ બરાબર સશક્ત હોય, દરરોજ કસરત કરતો હોય, એવો પહેલવાન તીક્ષ્ણમાં તીણ છરી લઈને કોમળમાં કોમળ કમળની સો પાંદડીઓને એક ઝાટકે વિંધે તો આ સો પાંખડીને વિંધતાં કેટલો સમય વીતે ? એના જવાબમાં કહ્યું કે અસંખ્ય સમય વીતે. આ પછી પૂછ્યું કે, એક પાંખડીથી બીજી પાંખડી વિંધતાં વચ્ચે કેટલો સમય પસાર થાય ? એના જવાબમાં પણ કહ્યું કે અસંખ્ય સમય થાય અને એ પછી પણ પૂછુયું કે, એક જ પાંખડીના ઉપરના પડથી નીચેનું પડ વિધતાં કેટલો સમય લાગે ? તો એના જવાબમાં પણ કહ્યું કે, અસંખ્ય સમય લાગે. આના ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે સમય કેટલો સૂક્ષ્મ છે ? આવા એક એક સમયમાં આત્મા ઉપર સાત-સાત કર્મો બંધાય છે. સભા છુટે પણ ખરાં ને ?
કાઢો બકરું ને પેસે ઉંટ જેવી સ્થિતિ છૂટવાની સામે બંધાવાની હોય છે. જે છૂટ્યાં તેનું પ્રમાણ સાવ નગણ્ય છે.
તમે જાગતા હો કે ઉંઘતા હો, ખાતા હો કે પીતા હો, ભાનમાં હો કે બેભાન હો, દરેક સ્થિતિમાં આ સાત કર્મો સતત બંધાયા જ કરે છે, આત્માને બંધનો બંધાવાનાં ચાલુ જ છે અને આત્મા તેમાં બંધાયા જ કરે છે.
સભા : ઓટોમેટીક બંધાય છે ?
કર્મબંધ થવાની ચોક્કસ પ્રક્રિયા છે. જેમ દવાની ગોળી મોઢામાં મૂકતાં જ એ પોતાનું કામ ચાલુ કરી દે છે અને દર્દના સ્થાન સુધી પહોંચી ચોક્કસ સમયે ચોક્કસ અસર ઉભી કરે છે, તેવું અહીં છે.
દવા જેમ પુદ્ગલ છે તેમ કર્મ પણ પુદ્ગલ છે. દવાની જેમ તેનો પણ પોતાનો ચોક્કસ સ્વભાવ છે, એ ચોક્કસ રીતે આત્મા સાથે જોડાય છે. ચોક્કસ સમય સુધી આત્મા સાથે જોડાયેલા રહે છે, ચોક્કસ સમયે ચોક્કસ પ્રકારનો પોતાનો પ્રભાવ બતાવે છે અને ચોક્કસ સમયે ચોક્કસ રીતે આત્માથી છૂટું પડે છે. એનું પણ પોતાનું વિશિષ્ટ વિજ્ઞાન છે. એ જાણવા માટે તમારે ઊંડાણથી કર્મગ્રંથોનું અધ્યયન કરવું જરૂરી છે.
અહીં કાંઈપણ એમને એમ નથી બનતું, બધું એની રીતે જ અને એના સમયે જ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org