________________
૧૭
૨
-
આતમ જાગો !
સુધી પહોંચી. આજે આપણું સદ્ભાગ્ય જાગ્યું. ગરવા ગિરિરાજની છત્રછાયામાં, મહિમાવંતું આ આગમ વચન, અનાદિકાળના ભવભ્રમણનો ઉચ્છેદ કરનારું આ આગમ વચન, આત્માને બંધનોમાંથી મુક્ત કરનારું તે મંગલ મંત્રપદ આજે આપણને સાંભળવા મળ્યું છે.
296
‘વૃગ્નિજ્ઞ’ - બોધ પામો ! જાગો ! નિદ્રામાંથી બહાર આવો !, પ્રમાદમાંથી બહાર આવો ! મિથ્યાત્વમાંથી બહાર આવો ! અવિરતિમાંથી બહાર આવો ! કષાયમાંથી પણ બહાર આવો !વિભાવમાંથી બહાર આવો ! સ્વભાવને સમજો ! ઓળખો ! માનો ! અનુભવો ! જાગો !... આત્માને જાણો !, આત્માને માણો !, સ્વરૂપદશાને જાણો !, સ્વરૂપદશાને માનો !, સ્વરૂપદશાને માણો !, કેટલો બધો મર્મ ભર્યો છે. મહામંત્રશાં આ પદોમાં !
Jain Education International
જાગીને શું કરવાનું ? તેના માટે બીજું પદ આપ્યું. ‘તુકૃષ્ના’ - તોડી નાંખો, શેને તોડવાનાં ?
બંધનોને તોડો.
બંધનોને શી રીતે તોડવાનાં?
પરિખાનીવાત્ । બંધનોને બરાબર ઓળખો ! ઓળખીને તોડો !
ચારે બાજુથી બંધનોને ઓળખીને એને તોડો !
પહેલાં “જાગો... જાગીને બંધનોને જાણો !... જાણીને પછી તે બંધનોને તોડો... !” આ શબ્દો શૌર્યરસ પેદા કરે તેવા છે.
માણસ બેભાન હોય, આખા શરીરે બેડીઓ બાંધેલી હોય, આખા શરીરે બેડીઓ છે તેનું એને ભાન ન હોય, ગાલીચામાં એ સૂતો હોય. ઉપ૨ ૨જાઈઓ ઓઢાડી દીધી હોય ! એમાં એને કોઈ હિતસ્વી જગાડી, હલાવી કહે કે ‘ભાઈ, તું જાગ - તું બંધાયેલો છે, જોઈ લે કે તને કઈ કઈ બેડીઓ બંધાયેલી છે ? જાણી લે કે એને કઈ કઈ રીતે તોડી શકાય તેમ છે, પછી તેને તોડ, તેને તોડવા માટેનો પુરુષાર્થ કર !'
અનાદિકાળનાં બંધનો એવાં છે કે, ઉંઘેલાને કોઈ રીતે તે દેખાય એવાં નથી. માટે પહેલાં જાગો, ઉંઘમાંથી ઉઠો, બંધનને જાણો અને પછી તેને તોડો. કેટલાંક બંધનો જોતાં જ બંધન તરીકે ઓળખાય તેવાં હોય છે; જ્યારે
For Private & Personal Use Only
www.jainelibrary.org