________________
પરિગ્રહ દોષનું મૂળ (રાગ : જિમ જિમ એ ગિરિ ભેટીએ રે...)
પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂળ, સલુણે, પરિગ્રહ જેહ ધરે ઘણો, તસ ત૫ જપ પ્રતિકૂળ. સલુણે. ૧ નવિ પલટે મૂલ રાશિથી, માર્ગી કદિય ન હોય, સલુણે, પરિગ્રહ ગ્રહ છે અભિનવો, સહુને દિએ દુઃખ સોય, સલુણે. ૨ પરિગ્રહ મદ ગુરુઅરણે, ભવમાંહિ પડે જંત, સલુણે, યાન પાત્ર જિમ સાયરે, ભારાક્રાંત અત્યંત, સલુણે. ૩ જ્ઞાન ધ્યાન હય ગય વરે, તપ જપ ગ્રુત પરિતંત, સલુણે, છોડે પ્રથમ પ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત, સલુણે. ૪ પરિગ્રહ ગ્રહ વશે લિંગિયા, લે કુમતિ રજ સીસ, સલુણે, જિમ તિમ જગ લવતા ફરે, ઉન્મત્ત હુઈ નિસ દિસ, સલુણે. ૫ તૃપ્તો જીવ ન પરિગ્રહે, ઇંધણથી જિમ આગ સલુણે, તૃષ્ણા દાહ તે ઉપશમે, જલ સમ જ્ઞાન વૈરાગ, સલુણે. ૬ તૃપ્તો સગર હુઓ નહિ, ગોધનથી કુચિકર્ણ, સલુણે, તિલક શેઠ વળી ધાન્યથી, કનકે નંદ સકર્ણ, સલુણે. ૭. અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ-નરિંદ, સલુણે, સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ-શમ-કંદ, સલુણે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org