________________
૧૦ – પરિગ્રહ એ સુંવાળું બંઘના
23 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૫, ગુરુવાર, તા. ૨૨-૮-૦૨. સાચોરી ધર્મશાળા, પાલીતાણા
• બધા પાપ પરિગ્રહ ઉપર નભે છે : • બંધન વચ્ચે રહીને બંધન તોડવાનો
પ્રયત્નઃ પેથડશા : • બંધન ન તૂટે તોય બંધનને અટકાવો : • સુંવાળાં બંધનો તોડવાં અઘરાં : • બંધન તોડવા માટે જ
જૈનશાસનની સ્થાપના :
• નામાંકિત અને નામચીનનો ફરક સમજો ! • અર્થપ્રિયતામસી : કામપ્રિય-રાજસી :
ધર્મપ્રિય-સાત્વિકી : • પૈસાથી સુખ - એ નરી ભ્રમણા છે : • સાધનાના આનંદનું વર્ણન ન થાય ?
વિષય : સર્વ અવસ્થામાં દુઃખદાયી પરિગ્રહ. પરિગ્રહને આમ અને ખાસ ગણાતા સૌ કોઈએ એવો તો ઘૂંટ્યો છે કે એ ‘ભાવનામય’ બની ગયો છે. ભાવના આપેલ ઔષધની શક્તિના ગુણાકાર થતા હોય છે તેમ ભાવનામય બનેલ પરિગ્રહ પણ કંઈ કઈ ગુણો મારક બની જતો હોય છે. એ રેશમની દોરી જેવો સુંવાળો-સોહામણો લાગે છે. માટે ખૂબ ગમે છે છતાં એ રેશમી દોરી જીવ લઈ જનાર નીવડે છે. પરિગ્રહ પણ એવો જ ઘાતક છે. આ પ્રવચનમાં પ્રવચનકારશ્રીજીએ સોય ઝાટકીને એક જ વાત કરી છે – પરિગ્રહ છોડો !' અને એ જ ધ્રુવપદની આસપાસ ફરતા અનેક પ્રસ્તોનાં હદયંગમ સમાધાનો આપી વ્યાખ્યાનને ખૂબ જ રસાળ બનાવી દીધું છે. મંત્રીશ્વર પેથડશાએ તોડેલ બંધન, પરમાત્માના દશ મહાશ્રાવકોએ પરિગ્રહને નાથવા કરેલા અભિગ્રહો અને અંતે સિકંદરનું જાહેરનામું વર્ણવી પ્રવચન પૂર્ણ કર્યું છે.
વ્રવચનનું પ્રતિબિંબ * જો તમારે કર્મનાં બંધનથી છૂટવું હોય, કર્મના પરિણામે સર્જાતાં દુઃખથી બચવું
હોય તો લાંબું કાંઈ કરવાની જરૂર નથી. એક પરિગ્રહને છોડો. * બરછટ બંધન કરતાં સુંવાળુ બંધન વધારે ખતરનાક હોય છે. * ધર્મગુરુ પાસે જઈને બંધન વધારવાની વાતો કરવી કે એ માટે રોવું એ નરી
બાલીશતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org