________________
૨૩૩
૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22
‘દે પવે વન્ય-મોક્ષાય, નિર્મમતિ મમતિ ચ। ममेति बध्यते जन्तु - निर्ममेति विमुच्यते ।।' ‘નિર્મમભાવ અને મમત્વભાવ મમતાભાવ બંધનું કારણ છે અને નિર્મમભાવ એ મોક્ષનું કારણ છે. આ મારું છે, એમ માનનાર બંધાય છે અને જે નિર્મમ બને છે, તે મુક્ત થાય છે.'
આ બે પદો છે.
――
આટલી વાત જો બરાબર ધ્યાનમાં લેશો તો મને લાગે છે કે, હવે કોઈ શંકા નહીં રહે.
513
હવે એક જવાબ તમારે મને આપવાનો છે. ગઈ કાલે તમને જે ચિંતન કરવાનું કહ્યું હતું, તે તમે કર્યું ? શું ચિંતન કરવાનું કહ્યું હતું, તે યાદ છે ? તમે જેની વચ્ચે બેઠા છો, તે બધું જ - શરીર, પત્ની, પરિવાર, ઘર-બાર, પૈસો-ટકો, પેઢી, દર--દાગીનો બધું જ ‘બંધન’ છે, એક એક વસ્તુને યાદ કરીને ‘આ બંધન છે’ - ‘આ બંધન છે’, એમ ચિંતન-ભાવના વગેરે કરવાનું કહ્યું હતું, તે કર્યું ? કેટલા પુણ્યશાળીઓએ કર્યું છે ?
Jain Education International
સભા : હજુ બંધન લાગ્યું નથી.
સાચુ કહું તો, તે લગાવવા માટે જ આ ચિંતન કરવાનું કહ્યું હતું. જેટલું વધારે ચિંતન કરશો તેટલો વધારે લાભ થશે, સાચા અર્થમાં જીવનને સાર્થક કરવાની તક મળશે. આ જ વિષયમાં સૂત્રકાર પરમર્ષિ અને ટીકાકાર મહર્ષિ આગળ શું ફરમાવે છે - તે હવે પછી.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org