________________
૨૪૦
– ૨ – આતમ જાગો ! –
520 આવતા ત્યારે સીધા એ અંદરના કમરામાં ચાલ્યા જતા અને કમરામાં રહેલા મૂલ્યવાન વસ્તુઓ માટેના કબાટને ખોલીને તેની સામે તેઓ બે હાથ જોડીને ઊભા રહેતા. તેમની બન્નેય આંખો બંધ થઈ જતી અને કોઈક ઊંડા જ વિચારમાં ગરકાવ થઈ જતા હતા. એમના જીવનમાં આવું આ પરિવર્તન છેલ્લા થોડા સમયથી જ આવ્યું હતું.
આ પરિવર્તન જોઈને મંત્રીશ્વર પેથડશાની પત્ની પ્રથમિણીને બહુ જ આશ્ચર્ય થયું. કારણ કે, મંત્રીશ્વર પેથડશા બુદ્ધિના બેતાજ બાદશાહ હતા. માત્ર પચ્ચીસ, અઠ્યાવીસ, વર્ષની ઉંમરમાં તો એ માંડવગઢના મંત્રી બન્યા હતા. અત્યારે એમની ઉંમર માત્ર ૩૨ વર્ષની હતી. તેમનામાં ક્યારેય કોઈ જાતની ઘેલછા, અંધશ્રદ્ધા કે અવ્યવહારુતા જોઈ ન હતી.
આથી આ રીતે રોજ પુનરાવર્તન પામતા, આ દશ્યને જોઈને પ્રથમિણીને થયું કે, કબાટમાં નથી કોઈ ઈષ્ટદેવની મૂર્તિ, નથી કોઈ ગુરુની પ્રતિકૃતિ કે નથી કોઈ ધર્મનાં પ્રતીક; તો આ શેને હાથ જોડતા હશે ?
આજે તમારા માટે આ પ્રશ્ન ન થાય. કારણ કે, તમે તો ગમે ત્યાં ગમે તેને પગે લાગો એવા છો. કેટલાક તો દુકાને જાય તો ઓટલાને ત્રણ વાર પગે લાગે, ચાવીને પણ નવકારવાળીના ફુમતાની જેમ ત્રણ વાર આંખે લગાડે. તાળાને પણ ત્રણ વાર પગે લાગે, પેઢી ખોલ્યા પછી ગાદીને ત્રણ વાર પગે લાગે. ફોનને પણ ત્રણ વાર પગે લાગે, વજનના કાંટાને ય પગે લાગે. વળી ઘણાંના કબાટમાંથી શું શું ન નીકળે – એ સવાલ છે. શંખ પણ નીકળે અને માદળીયાં પણ નીકળે, નાળિયેર પણ નીકળે, અને યંત્રો પણ નીકળે, શું શું ન નીકળે ? સભા સાહેબ ! અત્યારનું અમારું જીવન જ એવું થઈ ગયું છે કે, અમારી કોઈ વાત
જ કરવા જેવી નથી. તમને લાગે છે ને કે, તમારું જીવન બહુ નીચે ઊતરી ગયું છે ? માટે જ તો એ જીવનને ઊંચે લઈ જવા માટેનો આ બધો પ્રયત્ન થઈ રહ્યો છે અને એ માટે જ મંત્રીશ્વર પેથડશાને પણ યાદ કર્યા છે.
પ્રથમિણીએ મંત્રીશ્વરને પૂછ્યું કે, “સ્વામિનાથ ! છેલ્લા થોડા સમયથી હું જોઉં છું કે આપ કબાટની સામે ઉભા રહીને બે હાથ જોડીને, આંખો બંધ કરીને કાંઈક એવા ઊંડા ચિંતનમાં અને ઘેરા મંથનમાં ખોવાઈ જઈને કોઈક એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org