________________
૨૩૯
૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23
–
519
સભા અમે જે કાંઈ રૂપિયા વાપરીએ છીએ, એ શું અર્થ, અનર્થકારી લાગ્યા વગર
વાપરીએ છીએ ? રૂપિયા વાપરવા એ અલગ છે અને રૂપિયા છોડવા એ અલગ છે. રૂપિયા મેળવવા રૂપિયા વાપરવા કે રૂપિયાના બદલામાં બીજું કાંઈ મેળવવા, કીર્તિ વગેરે કમાવા રૂપિયા વાપરવા એ તો પરિગ્રહભાવનાનું જ પોષણ છે. જ્યારે રૂપિયા બોજ લાગે, બંધન લાગે અને એનાથી છૂટવા માટે એ વપરાય ત્યારે જ એ પરિગ્રહથી છૂટવા વાપર્યા કહેવાય. સભા રૂપિયા છોડવાનું મન શી રીતે થાય ?
જે ઊંડું તત્ત્વ ચિંતન કરે, સતત આંતર નિરીક્ષણ કરે, જ્ઞાનીનાં વચનો ઉપર અનુપ્રેક્ષા કરે, તેને જ વ્યાપારથી, ધનથી, સંસારથી, ભર્યા-ભર્યા સંસારથી છૂટવાનું, પાછા ફરવાનું મન થાય અને તે રૂપિયાથી અને ભર્યાભર્યા સંસારથી પાછો ફરી શકે.
બરાબર વિચારો કે, ચક્રવર્તીઓના જીવનમાં એવો કયો પ્રશ્ન હતો કે તેમણે સંસારનો ત્યાગ કર્યો ? ભૂતકાળમાં થઈ ગયેલા મોટા-મોટા રાજવીઓ, મંત્રીઓ, સેનાપતિઓ, ગર્ભશ્રીમંતો અને નગરશ્રેષ્ઠિઓએ, એમના ભર્યા-ભર્યા સંસારનો જે ત્યાગ કર્યો ? તે શા માટે કર્યો ? એમને બંધન, બંધન લાગ્યું - બંધન કહ્યું, તેથી જ તેને તોડવા માટે તેમણે પારાવાર પુરુષાર્થ કર્યો. બંધન વચ્ચે રહીને બંધન તોડવાનો પ્રયત્ન પેથડશાઃ
બંધન જેને બંધન લાગે છે, તે બંધનની વચ્ચે રહીને પણ બંધનને તોડવાનો પ્રયત્ન કરે છે અને બંધન જેને બંધન નથી લાગતું, તે જ્યારે બંધન વગરના હોય ત્યારે પણ બંધન ઊભાં કરવાનો, વધારવાનો પ્રયત્ન કરે છે. સભા : બંધનની વચ્ચે રહીને બંધનને તોડવાનો પ્રયત્ન શી રીતે થાય ?
શી રીતે થાય એમ ન બોલો ! એ કરવો જ પડે. જો બંધન જ ન હોય તો તોડવાનો પ્રયત્ન શું કરવાનો ! બંધન હોય ત્યારે જ એને તોડવાનું છે. સભા : જરા વિગતવાર સમજાવો ને ? એ માટે મંત્રીશ્વર પેથડશાના જીવનમાં બનેલો એક પ્રસંગ સમજવા જેવો છે. મંત્રીશ્વર પેથડશાહ, દેવભક્તિ, ગુરુભક્તિ કરીને જ્યારે પોતાના મહેલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org