________________
૧૯૩
–
૭ : અવિરતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ - 20
--
443
સભા : મુનિ ધન્ય.
પહેલા પ્રશ્નનો જવાબ આપનારે બીજા પ્રશ્નનો જવાબ આપવા તૈયાર રહેવાનું છે. બીજો પ્રશ્ન એ છે કે, બંનેને જોયા પછી તમારા મનમાં શું બનવાના મનોરથ થાય ? ક્યારે અણગાર બનું – એમ થાય કે ક્યારે શ્રીમંત બનું - એમ થાય ?
જે ચક્રવર્તીને જોઈને ભગવાનના મુનિને દયા આવે, તે જ ચક્રવર્તીને જોઈને અવિરતિ અને મિથ્યાત્વને પરવશ પડેલ સંભૂતિમુનિ પોતાની દયા ખાઈ રહ્યા છે અને ચક્રવર્તીને અહોભાવની નજરે જોઈ રહ્યા છે.
સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના શાસનનું સાધુપણું જેને સ્પર્યું હોય તેવા શ્રમણોની મનોદશા કેવી હોય ? તે સમજવા જેવું છે.
ઉપમિતિ'માં અનુસુંદર ચક્રવર્તીની વાત આવે છે. તેઓ જીવનના ઉત્તરાર્ધમાં પોતે જીતેલા છ ખંડને જોવા નીકળ્યા હતા. તે દરમ્યાન જ્યારે તેમનો એક નગરમાં પ્રવેશ હતો, ત્યારે તેમને જોવા અને તેમનું સ્વાગત કરવા આખું નગર ઊમટ્યું હતું.
તે કાળમાં રાજવીના ચહેરાનાં દર્શન પણ દુર્લભ હતાં. કારણ કે, રાજા-પ્રજા બેયના જીવનમાં વિશેષ મુસાફરી નહોતી અને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કે ટી.વી. જેવાં માધ્યમો નહોતાં. જેથી રાજવીનાં દર્શન દૂરના પ્રદેશમાં રહેલા પ્રજાને ક્વચિત્ જ થતાં અને આ બધા રાજવીઓની રાજ્યવ્યવસ્થા એવી ઉત્તમ હતી કે, પ્રજા સુખચેનમાં જીવતી, જેથી પ્રજાને રાજા પ્રત્યે અપાર અહોભાવઆદરભાવ રહેતો. એટલે જ જ્યારે પોતાનો રાજવી પોતાના આંગણે આવ્યો છે, તેવી ખબર પડી ત્યારે આખી પ્રજા એનાં દર્શન કરવા માટે, એના સ્વાગત માટે, એને વધાવવા માટે, એના ઓવારણાં લેવા માટે ઊમટી હતી.
આમ છતાં એવા સમયમાં પણ ધર્મમાં રત રહેનારો વર્ગ પણ ઘણો મોટો હતો. જે આ બધી બાબતોથી પર હતો. માટે જ્યારે એક તરફ અનુસુંદર ચક્રવર્તીની સ્વાગતયાત્રા યોજાઈ ત્યારે પણ બીજી તરફ ધર્મસભા યોજાઈ હતી. જેમાં પણ વિપુલ માત્રામાં શ્રોતાવર્ગ ધર્મશ્રવણ કરતો હતો.
આજે, ગઈકાલનો રસ્તે રખડતો પણ એમ. પી. કે પી. એમ. બનીને વ્યાખ્યાન સમયે આવે તો શું કરો ? વ્યાખ્યાન સાંભળવા ઉભા રહો કે તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org