________________
૧૭૨
૨ - આતમ જાગો !
તેમને તેજોલેશ્યા સિદ્ધ થઈ હતી. જેનો આજ સુધી ક્યારેય ઉપયોગ કર્યો ન હતો; પણ આજે ક્રોધવશ એનો ઉપયોગ ક૨વાનું મન થયું, તેજોલેશ્યાનો પ્રયોગ કરતાંની સાથે જ તેમના મોઢામાંથી ધુમાડાના ગોટે-ગોટા નીકળવા લાગ્યા. ચિત્ર મુનિને ખબર પડી. તેઓ તરત જ એમને શાંત ક૨વા આવ્યા અને કહ્યું કે, ‘શાંત થા, આપણે તો ક્ષમાશ્રમણ. જો તારા જેવો ક્રોધ ક૨શે તો ક્ષમા ક્યાં જશે ?’ આવાં-આવાં અમૃત વચનોથી શાંત કર્યા.
442
સંભૂતિમુનિએ તેજોલેશ્યા સંહરી લીધી અને નગર બહાર ગયા. સંભૂતિમુનિએ વિચાર કર્યો કે આ પરિસ્થિતિ કેમ આવી ? નગરમાં ગયો માટે ને ? જે આહારને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ તે આહાર જ ન જોઈએ હવે. આમ વિચારીને અણસણ સ્વીકારી લીધું.
સનતકુમાર ચક્રવર્તીને જ્યારે આ સમાચાર મળ્યા, ત્યારે તેમને અત્યંત આઘાત લાગ્યો. તેઓ તે અપરાધ બદલ મહામુનિની ક્ષમાપના કરવા માટે પોતાના આખા અંતઃપુરની સાથે નગરની બહાર ઉદ્યાનમાં ગયા. વંદના કરી, અપરાધ બદલ ક્ષમાયાચના કરી, પણ વંદનાની ક્રિયા દરમ્યાન અવગ્રહની મર્યાદા ચુકાણી. સનતકુમાર ચક્રવર્તીની અગ્રમહિષી, પટ્ટરાણીના માથાના વાળની એક લટ વંદના માટે શીશ ઝુકાવતાં સંભૂતિમુનિના ચરણને સ્પર્શી ગઈ.
વાળનો સ્પર્શ થતાં જ અંદર પડેલી અવિરતિએ, ભોગલાલસાએ સળવળાટ કર્યો અને ભડકી ઊઠેલી અવિરતિના કારણે વિચાર આવ્યો કે જે વ્યક્તિના વાળની એક લટનો સ્પર્શ આટલો સુખદ હોય તેના પૂરા અંગનો સ્પર્શ કેટલો સુખદ હશે ?
ચક્રવર્તી ધન્ય કે ધર્મચક્રવર્તી મુનિ ધન્ય ?
અત્યાર સુધી સાંપડેલી સાધનાજીવનની અનુભૂતિ અને સિદ્ધિઓ દ્વારા પોતાની જાતને ધન્ય માનનારા મહામુનિ આજે ચક્રવર્તીને ધન્ય માનવા લાગ્યા. અવિરતિનો ઉદય આત્માને ક્યાં લઈ જાય છે તે સમજવાનું છે.
એક બાજુ ખુલ્લા પગે ચાલનારા મહાત્માઓનાં દર્શન થાય અને બીજી બાજુ ઈમ્પોર્ટેડ ગાડીમાં ફરનારા ગૃહસ્થો દેખાય; ત્યારે બેમાંથી તમારે મન ધન્યતમ કોણ ? બરાબર વિચાર કરજો ! બાર વાગે ભર તડકે ખુલ્લે પગે ચાલનારા મુનિ ધન્ય કે મર્સીડીશ કે એરકન્ડીશન કારમાં ધડાધડ દોડનારા સંસારી ધન્ય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org