________________
૭ : અંવિતિની માયાજાળમાં ફસાયેલું વિશ્વ
અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધરભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ જંબુસ્વામીને ઉદ્દેશીને આત્માને ઓળખવાનું, આત્માને જાગૃત કરવાનું, બંધનને ઓળખવાનું અને બંધનને તોડવાનું શ્રી સૂયગડાંગ નામના મહાન અંગ આગમ દ્વારા કહ્યું છે.
આ ઉપદેશ સુધર્માસ્વામીજીએ જંબૂસ્વામીજીને આપ્યો. જંબૂસ્વામીજીએ વિનયપૂર્વક તેને ગ્રહણ કર્યો, પ્રયત્નપૂર્વક તેને જીવનમાં જીવ્યો, બંધનોને બરાબર પછાણ્યાં, તે બંધનોને તોડ્યાં. આ બંધનોને તોડીને ભવ બંધનથી મુક્ત થયા અને સાદિ અનંત ભાંગે મોક્ષ સુખના ભોક્તા બન્યા.
જે વખતે જંબુસ્વામીજીને આ ઉપદેશ આપવામાં આવ્યો ત્યારે જંબૂસ્વામીજીએ પૂછ્યું કે “ભગવંત ! ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે ? તે બંધનને કઈ રીતે જાણવું ? તે બંધનને કઈ રીતે તોડવું ?' તે સંદર્ભમાં બંધન કોને કહેવાય ? તે વાત આપણે જોઈ રહ્યા છીએ. બંધનની કેટલીક વ્યાખ્યાઓ જોઈ ગયા છીએ. પુનરાવર્તન કરવું નથી તેથી સીધા આગળ વધીએ છીએ. આત્મા મિથ્યાત્વને વશ થાય ત્યારે કર્મ-પુદ્ગલથી બંધાય ?
જીવ મુખ્યપણે મિથ્યાત્વ અને અવિરતિને કારણે કર્મનાં બંધનો ઊભાં કરે છે. આત્માને બાંધવાની તાકાત ધર્માસ્તિકાયમાં નથી, અધર્માસ્તિકાયમાં પણ નથી, આકાશાસ્તિકાયમાં પણ નથી અને ખુદ આત્મામાં પણ નથી. એક આત્મા બીજા આત્માને બાંધી શકતો નથી. આત્માને બાંધવાની તાકાત એક માત્ર પુદ્ગલમાં જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org