________________
૧૫૮
–
૨ – આતમ જાગો !
–
438
પુદ્ગલના પણ ઘણા પ્રકારો છે તે પૈકી માત્ર કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો જ આત્માને બાંધી શકે છે. આમ છતાં એ કાર્મણવર્ગણાનાં પુદ્ગલો આત્માને ક્યારે બાંધી શકે ? જ્યારે આત્મા મિથ્યાત્વને વશ થાય ત્યારે. અવિરતિને પરવશ થાય ત્યારે અને તે બંધાયેલાં કર્મથી બીજાં બધાં બંધનો ઉભા થાય છે.
મુખ્ય બે વસ્તુ છે : મિથ્યાત્વ અને અવિરતિ. આ બેમાંથી સૌથી વધારે ખરાબ મિથ્યાત્વ છે. કારણ કે એનું નામ પણ અણગમતું છે. જે લોકોને આ મિથ્યાત્વ, નામથી-શબ્દથી અણગમતું છે, તેમને આ મિથ્યાત્વ સ્વરૂપથી અણગમતું છે કે નહીં એ એક મોટો સવાલ છે.
કોઈ તમને મિથ્યાત્વી કહે તો, તરત આંખ લાલ થાય, ગમે નહિ, સામનો કરવાનું મન થાય, પણ મિથ્યાત્વ કાઢવાનું મન ક્યારેય થાય છે ખરું?
કોઈ આપણને મિથ્યાત્વી કહે તો તે આપણને ન ગમે. પણ આપણામાં જે મિથ્યાત્વ ઘર કરીને બેઠું છે, તેનો અણગમો આપણામાં છે ખરો ? જો આપણામાં મિથ્યાત્વનો અણગમો ન પ્રગટે તો આપણું મિથ્યાત્વ શી રીતે દૂર થશે ? અને મિથ્યાત્વ ગયા વિના આપણું કલ્યાણ પણ શી રીતે થશે ?
મોટા ભાગની પરિસ્થિતિ એવી છે કે એમને મિથ્યાત્વ ગમે છે પણ મિથ્યાત્વી કહેવડાવું ગમતું નથી, આ પણ મિથ્યાત્વનો જ પ્રભાવ છે.
જેને અવિરતિ ગમે તેના જીવનમાં મિથ્યાત્વ જીવતું જાગતું છે. જેના જીવનમાં મિથ્યાત્વનું બંધન છે, તેને બાકીનાં અવિરતિ વગેરે બધાં જ બંધનો ગમે છે.
જેને પણ આત્માને લાગેલાં અવિરતિ વગેરેનાં બંધનને પંપાળવાનું મન થાય છે તેના જીવનમાં મિથ્યાત્વ કામ કરે છે તેમ સમજવું. સભા : અજ્ઞાન પણ મિથ્યાત્વ ?
અજ્ઞાનમાંથી એક પ્રકાર એવો છે કે જે સીધો મિથ્યાત્વમાં જાય છે. બાકીના બે પ્રકારનાં અજ્ઞાન સીધાં મિથ્યાત્વમાં જતાં નથી. વિપર્યય નામનું અજ્ઞાન સીધું મિથ્યાત્વમાં જાય છે; જ્યારે અનધ્યવસાય અને સંશય એ સીધાં મિથ્યાત્વમાં જતાં નથી.
જે વસ્તુ જેવી હોય તેવી ન માનવી અને જેવી ન હોય તેવી માનવી તે જ મિથ્યાત્વ છે. સંસારનાં જેટલાં સુખ તે કર્મજન્ય છે, દુઃખરૂપ છે, છતાં તેને સુખરૂપ માનવાં - આ મિથ્યાત્વના ઉદયનું પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org