________________
૨ ૨૪
૨ - આતમ જાગો ! –
504
રઘવાયો રઘવાયો દોડ્યો, હાંફતો હાંફતો પ્લેટફોર્મ ઉપર પહોંચ્યો, મોતનાં મોઢામાં જવાનું હોય તેમ પાછળના ધક્કાથી ગાડીમાં ભરાણો. બકરાંની જેમ અંદર ભીસાણો, ઉનાળાની ગરમીમાં બફાણો, કલ્પના ન આવે એટલા સફોકેશનમાં મૂરઝાણો, જગ્યા ન મળી તો સળીયે ભેરવાણો, વચ્ચે થાંભલો આવ્યો ને ભટકાણો તો પરલોકની વાટે સીધાવ્યો. એમાં જો બચી ગયો તો પાછળનાં ધક્કાથી સ્ટેશન ઉપર ઠલવાણો, આશાવાદમાં જીવવાનું. રઘવાયા રઘવાયા ઓફિસે પહોંચવાનું. પહોંચીને કેટલાં ય ને સલામ ભરવાની - કેડ તોડીને કામ કરવાનું. સાંજ પડે એટલે એ જ રીતે રઘવાયા-રઘવાયા દોડવાનું, ગાડીમાં ભરાવાનું. છેલ્લે સ્ટેશન ઉપર ઠલવાવાનું. જે રીતે હાડકાં પાંસળાં એક કરીને ઘરે પહોંચવાનું.
જ્યારે ઘરે પહોંચે ત્યારે સાવ નખાઈ ગયો હોય, ચહેરો સાવ નિસ્તેજ થઈ ગયો હોય, ગળું સુકાતું હોય, પાણી અને હુંફ બેયની તરસ જાગી હોય. મનમાં થાય કે પત્ની ઠંડો પાણીનો ગ્લાસ આપે તો સારું. જરા લાગણીથી ખબર-અંતર પૂછે તો સારું, બે હંફના બોલ બોલે તો સારું. ત્યાં તો એ પૂછી બેસે કે, “સવારે જે બધું લાવવાનું કહ્યું હતું તે લાવ્યા ? અને જો ના પાડી તો પછી થાય ધડાકો. ન મળે પાણી કે ન મળે પ્રેમ. ન મળે હુંફ કે ન મળે હામ. પાણી પણ જાતે પીવાનો વારો આવે અને ભાણું પણ જાતે ભરવાનો વારો આવે અને એમાંય હૈયાને દઝાડે એવાં તીખા તમતમતાં વેણ સાંભળવાનો વારો આવે. આમાં સુખ ક્યાં આવ્યું ? પૈસાવાળાને હજાર દુઃખ :
આટલી બધી હાડમારી ભોગવીને મેળવેલા ધનની પણ સુરક્ષા ક્યાં ? સરકારથી બચવાનું, ભાઈલોકથી બચવાનું, ખુદની પત્નીથી પણ બચવાનું અને પરિવારથી પણ બચવાનું. કોઈ ચોરી ન જાય તેનું ય ટેન્શન અને જે બેન્ક કે કંપનીમાં મૂક્યા હોય તે બેન્ક કે કંપની જરાક આમ-તેમ થઈ તો તેનું ય એટલું જ ટેન્શન.
વ્યાજે મૂક્યા અને વ્યાજ ઘટ્યું તો ય ટેન્શન. કોઈ પાર્ટીને આપ્યા અને પાર્ટી હાલમ-ડોલમ થઈ તોય ટેન્શન. બેન્કમાં મૂક્યાં ને બેન્ક ઉઠી ગઈ તોય ટેન્શન અને ઘરમાં રાખ્યા ને રાતે બારી કે બારણું ખખડ્યું તો એનું ય ટેન્શન. ક્યાંય શાંતિ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org