________________
૨૨૩
૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22
-
w
- એમણે પરિગ્રહને લોઢાની નાવ સાથે સરખાવતાં કહ્યું કે - લોઢાની નાવમાં બેસીને સમુદ્રને તરવાની ઈચ્છા રાખવી જેમ વ્યર્થ છે, તેમ પરિગ્રહ ભેગો કરીને મોક્ષ ઈચ્છવું વ્યર્થ છે.
503
આગળ એમણે જણાવ્યું છે - પરિગ્રહ છે ધર્મના ફળરૂપે જ પણ એ મારક છે, દાહક છે. ચંદનવૃક્ષથી ઉત્પન્ન થયેલો અગ્નિ પણ બાળે જ છે. તેમ ધર્મથી મળેલો પરિગ્રહ પણ બાળનારો છે.
આ એક-એક પૈસા પાછળ કેટલાં આરંભનાં પાપ? કેટલાં સંકલ્પ-વિકલ્પનાં પાપ? કેટલાં આર્ત્ત અને રૌદ્રધ્યાનનાં પાપ ?
આ પરિગ્રહને કારણે સગ્ગા ભાઈ સાથે કેટલા ક્લેશ ને સંક્લેશ ? ખુદની પત્ની સાથે કેટલો ક્લેશ ? ખુદનાં માવતર સાથે કેટલા કજીયા ? જો તમે બરાબર વિચાર કરશો તો તમને ય સમજાશે કે, આ પૈસાની પાછળ તો તમારી આખી જિંદગી પાયમાલ થઈ ગઈ. ક્યાંય શાંતિ છે ?
મુંબઈમાં વસનાર કોઈપણ વ્યક્તિની અવદશાનો વિચાર કરો તો પણ ખ્યાલ આવે કે, એ કેવો અશાંતિની આગમાં શેકાઈ રહ્યો છે અને અસલામતિમાં અટવાઈ ગયો છે.
એક માત્ર પૈસાની ખાતર પોતાનું ગામ છોડ્યું. ગામનાં મોટામાં મોટાં ૫૦ ૧૦૦ માણસ રહી શકે એવાં મકાન મૂકી મુંબઈની દસ બાય દસની ઘોલકીમાં ભરાયો. પારિવારિક જીવન છોડી વૈયક્તિક-એકલવાયું જીવન જીવવાનું ચાલુ કર્યું. કેટલાક તો સગાં મા-બાપને મૂકીને અહીં આવ્યા તો કેટલાક તો તાજી પરણેલી સ્ત્રીને મૂકીને પણ અહીં આવ્યા અને લઈને આવ્યા તે પણ અટવાણા.
રોજ સવારે ઘડીયાળના કાંટે ઉઠવાનું, ઘડીયાળના કાંટે ન્હાવાનું, ઘડીયાળના કાંટે ચા-પાણી કરવાનાં, ઘડીયાળના કાંટે ઘરથી નીકળવાનું અને ઘડીયાળના કાંટે ગાડી પકડવા પ્લેટફોર્મ પર પહોંચવાનું. ઘડીયાળના કાંટે ઑફિસે જવાનું અને ઘડીયાળના કાંટે ઘરે આવવાનું. ઘરની વાતચીત પણ ઘડીયાળના કાંટા જોઈને કરવાની અને છેવટે સૂવાનું પણ ઘડીયાળના કાંટાના આધારે. કેવી યંત્રવત્ જીંદગી ? ક્યાંય પોતાની સ્વતંત્રતા કે હળવાશનું નામ નહીં.
Jain Education International
બચારો સવારના પહોરમાં હાંફળો ફાંફળો થઈ ઉઠ્યો, રઘવાટમાં ને રઘવાટમાં ચા-પાણી કરી તૈયાર થયો. રઘવાયો રઘવાયો ઘરથી નીકળ્યો,
For Private & Personal Use Only
www.jainelibrary.org