________________
૭૭
–
૪ દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી જંબૂસ્વામી - 17
–
357
એ અખતરો બીજા કોઈએ કરવા જેવો નથી :
માતા-પિતાએ પોતાના સંતોષ માટે આઠ કન્યા સાથે એકવાર લગ્ન કરવા લાગણીભીના અવાજે જ્યારે આગ્રહ કર્યો ત્યારે જંબૂકમારે વિચાર્યું કે, આટલાથી જ જો પતતું હોય અને માતા-પિતાનો મોહ ટળતો હોય તો તેમની લાગણીને સંતોષવી. એમને પોતાના સત્ત્વની, વૈરાગ્યની, દૃઢતાની પૂર્ણ ખાતરી હતી. એટલે માતા-પિતાની એ વાત સ્વીકારવા એ તૈયાર થયા. પોતાનું સત્ત્વ જાણી લીધું હતું. આ અખતરો એક જંબૂકુમાર સિવાય બીજા કોઈએ કરવા જેવો નથી.
સભા: મક્કમ હોય તો ? મક્કમતાની વાત કરતા જ નહિ, આપણામાં સત્ત્વ કેટલું છે, તેની આપણને બધાને ખબર છે. એક સામાન્ય ગણાતો નિયમ પણ લેવો હોય તો ગામ-પરગામ છૂટ, સાજે-માંદે છૂટ, વારે-તહેવારે છૂટ ! આવી રીતે નિયમ લેનારમાં સત્ત્વ કેટલું? અને આ રીતે ય નિયમ લઈને પૂરો પાળનારા કેટલા ?
માતા-પિતાની વાતનો સ્વીકાર કરતાં પૂર્વે માતા-પિતા સાથે સ્પષ્ટતા કરી લેવાનું જંબૂકુમારે નક્કી કર્યું અને કહ્યું કે, “આપની વાત માનું પણ એક શરત છે. આજે લગ્ન ને કાલે દીક્ષા ? મા-બાપે વિચાર્યું કે આમે ય જવાનો નક્કી જ છે. એને આપણે કોઈ પણ હિસાબે રોકી શકીએ તેમ નથી. આ બહાને ય રહી જાય તો આપણા મનોરથ પૂરા થઈ જવાની સંભાવના રહે. એટલે માબાપે સંમતિ આપી.
મા-બાપ પણ કેટલાં લાયક ને ખાનદાન હતાં ! સામેવાળાને અંધારામાં રાખવાં તે આ કુળની ખાનદાની ન હતી. માટે તેઓ વેવાઈઓને મળવા સામે ચાલીને ગયાં. મળ્યાં ને વાત કરી કે જ્યારે તમારી પુત્રીઓ સાથે અમારા જંબુનાં લગ્ન નક્કી કર્યા હતાં તે વખતનો અમારો જંબૂ જુદો હતો અને આજનો જંબૂ જુદો છે. ભગવાન શ્રી સુધર્માસ્વામીજીના વચને તે વૈરાગી બન્યો છે. માત્ર અમારા કહેવાથી જ લગ્ન કરવા તૈયાર થયો છે પણ “આજે લગ્ન ને કાલે દીક્ષા.” એવું એણે નક્કી કર્યું છે. હવે વાત અમારા હાથમાં નથી. તમને અંધારામાં રાખવા નથી, તેથી પૂછવા આવ્યા છીએ. હવે તમે કહો તેમ કરીએ.”
સામે આઠેય કન્યાનાં મા-બાપ પણ એટલાં જ ખાનદાન હતાં. ‘કયાં મોઢે કહેવા આવ્યા છો ?' આવી એક નબળી વાત ન કરી. આજે તમારે ત્યાં આવું બને તો શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org