________________
૧૦૦
૨ – આતમ જાગો !
–
380
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ -
એ બંધનાં કારણો છે.' આમ છતાં અન્ય કારણોની સાથે પણ કષાયો તો કામ કરતા જ હોય છે, માટે કર્મબંધમાં કષાયોની મુખ્યતાને લક્ષ્યમાં રાખીને આ વાત કરાઈ છે અને
જ્યારે કષાયો બિલકુલ નથી હોતા, ત્યારે એકલા યોગથી થતા કર્મબંધની કોઈ વિશેષતા હોતી નથી.
મિથ્યાત્વની હાજરીમાં કષાયો અનંતાનુબંધના હોય છે, અવિરતિની હાજરીમાં કષાયો અપ્રત્યાખ્યાનીના હોય છે, પ્રમાદની હાજરીમાં કષાયો પ્રત્યાખ્યાનના હોય છે અને તે પછી સરાગ અવસ્થામાં કષાયો સંજ્વલનના હોય છે. અહીં સુધી થતા કર્મબંધનું મહત્ત્વ હોય છે, જે સંસારનો આશ્રય કરાવીને આત્માને સંસારમાં બાંધી શકે છે. વીતરાગ ભાવ પ્રગટ્યા પછી માત્ર મન-વચન-કાયાના યોગથી થતા કર્મબંધમાં આત્માને સંસારમાં રખડાવવાનું સામર્થ્ય હોતું નથી. આથી કષાયની હાજરીમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગથી થતો કર્મબંધ સંસાર પરિભ્રમણનું કારણ હોઈ કર્મબંધના કારણ તરીકે કષાયને જણાવેલ છે. બાકી મિથ્યાત્વ વગેરે પાંચ કર્મબંધનું કારણ છે જ. માટે જ તત્વાર્થકારશ્રીએ મિથ્યાત્વ-૧, અવિરતિ-૨, પ્રમાદ-૩, કષાય-૪ અને યોગ-પ - આ પાંચને કર્મબંધના કારણ તરીકે ઓળખાવેલ છે.
આ જ વિષયને જરા જૂદી રીતે સ્પષ્ટ કરતાં “શ્રી સૂયગડાંગ સૂત્ર'ના ટીકાકાર શ્રી શીલાંકસૂરિજી મહારાજ લખે છે કે –
'तद्धतवो वा मिथ्यात्वाऽविरत्यादयः परिग्रहाऽरम्भादयो वा ।' ‘મિથ્યાત્વ અને અવિરતિ વગેરે અથવા પરિગ્રહ અને આરંભ
વગેરે કર્મબંધના હેતુઓ છે.' આ બધી બાબતોને ધ્યાનપૂર્વક સાંભળવા, સમજવાનો પ્રયત્ન કરો. હવે ક્રમશઃ આ વાતોને સમજાવું છું.
સામાન્ય રીતે કહ્યું કે, કષાયના કારણે કર્મબંધ થાય છે, હવે આ કષાયોની તીવ્રતા-મંદતાના કારણે એની સાથે રહેલ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગના કારણે કર્મબંધ થાય છે, તે વાત સમજવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org