SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 જેને અનીતિ કરવી પડતી હોય પણ તે તેને ડંખતી હોય. અનીતિ કરવી પડે તેવી કમનસીબી સાલતી હોય, નીતિમત્તા મારા જીવનમાં ક્યારે આવે, એવો જેનો મનોરથ હોય, હું આટલું ય કરી શકતો નથી ? એનું જેને દુઃખ હોય તેનો નંબર મંદ મિથ્યાદૃષ્ટિમાં આવી શકે. પણ જે માને કે આ જમાનામાં અનીતિ વગર ચાલે જ નહિ અને બીજાને પણ એવું મનાવે, તેનું મિથ્યાત્વ ગાઢ છે. પરિગ્રહને હેય માને તેનામાં જ સમકિત ટકે : ૨૧૫ માટે જ કહ્યું કે ચોથું ગુણસ્થાનક ક્યારે આવે ? હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય માને ત્યારે જ. સભા : નવતત્ત્વને ન જાણે તેનામાં સમકિત હોય ? જે નવતત્ત્વને ન જાણે તેનામાં સમકિત હોય, પણ જે નવતત્ત્વને ન માને તેનામાં સમકિત ક્યારેય ન હોય. - 'भावेण सद्दहंतो अयाणमाणे वि सम्मत्तं ।' ‘ભાવથી શ્રદ્ધા કરતો, ‘ન જાણતો’ હોય તો પણ તેનામાં સમ્યક્ત્વ હોય.' - 495 તમે મને આડી-અવળી વાતોમાં ન લઈ જાઓ ! જે વાત ચાલે છે, તેમાં બરાબર ધ્યાન આપો અને મને સીધો જવાબ આપો કે પરિગ્રહને પાપ માનો છો ? સભા : માનીએ છીએ. હૈયાથી કે હોઠથી ? હમણાં સાપ આવે તો જેવો ડર લાગે તેવો પરિગ્રહને જોઈને ડર લાગે છે ? Jain Education International જૂના જમાનામાં ગામડાંનાં મકાનોની શૈલી એવી હતી કે પહેલાં બેઠક ખંડમાઢ આવે, પછી ચોક આવે તે પછી આંગણું આવે, તે પછી ઓસરી આવે, પછી ઓ૨ડા આવે અને ઓસરીની બાજુમાં રસોડું આવે. એ જમાનામાં સારી અને ખોટી એમ દરેક પ્રકારની સ્વાગતની કેટલીક રીતો રહેતી. એ ખોટી રીતો પૈકીની એક એવી પણ રીત હતી કે, જેમાં ફૂંકવા માટે ચલમ આપીને સ્વાગત કરાતું. જુના જમાનામાં બધું જ સારું હતું - એવું ન હતું. એટલે જુનું એટલું સોનું - એમ આંખ મીંચીને બોલવા જેવું નથી. એમાં પણ બહુ જ વિવેક કરવો પડે તેમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy