________________
૧૦૩ – ૫: બંધન અને બંધનનાં કારણોઃ મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 383 મિથ્યાદર્શનો, મિથ્યામતો, મિથ્થામાન્યતાઓ, મિથ્થામતિઓના પરિચયથી અને એની સંસ્કાર-વાસનાઓથી બચવું એ પણ બહુ જ જરૂરી છે.
અપ્રત્યાખ્યાનીના કષાયો ચાર મહિનાથી એક વર્ષ સુધી આત્મા ઉપર પોતાનો પ્રભાવ બતાવે છે. આ કષાયોની હાજરીમાં તિર્યંચગતિનું આયુષ્ય બંધાય છે અને આ કષાયો આત્માને થોડી પણ વિરતિ સ્વીકારવા દેતા નથી. આત્માને અવિરતિમાં પકડી રાખવાનું કામ આ અપ્રત્યાખ્યાનીના કષાયો કરે છે. અપ્રત્યાખ્યાનીના કષાયોની હાજરીમાં સમ્યગ્દર્શન જીવતું રહે છે, પણ વિરતિનો પરિણામ જરાય પ્રગટતો નથી. બાહ્ય દૃષ્ટિએ વિરતિની પ્રવૃત્તિ કરવા છતાં તે ચોથા ગુણસ્થાનકેથી પાંચમે ગુણસ્થાનકે એક ક્ષણ માટે પણ જઈ શકતો નથી.
પ્રત્યાખ્યાનીના કષાયો પંદર દિવસથી ચાર મહિના સુધી આત્મા ઉપર પોતાનો પ્રભાવ બતાવે છે. આ કષાયોની હાજરીમાં મનુષ્યગતિનું આયુષ્ય બંધાય છે. આ કષાયોની હાજરીમાં દેશવિરતિનું આરાધન થઈ શકે છે, પણ સર્વવિરતિ પ્રગટી શકતી નથી. સાધક પાંચમા ગુણસ્થાનકે ટકી શકે છે, પણ છઠ્ઠ ગુણસ્થાનક એક ક્ષણ માટે પણ પામી શકતો નથી.
સંજ્વલનના કષાયો એક અંતર્મુહૂર્તથી લઈને પંદર દિવસ સુધી આત્મા ઉપર પોતાનો પ્રભાવ બતાવે છે. આ કષાયોની હાજરીમાં આત્મા દેવગતિનું આયુષ્ય બાંધે છે. આ કષાયોની હાજરીમાં સર્વવિરતિ પ્રગટી શકે છે, સર્વવિરતિની આરાધના થઈ શકે છે. છઠ્ઠા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનક સુધીનો વિકાસ થઈ શકે છે, પણ વીતરાગતા પામી શકાતી નથી. સૌથી તગડો છે મિથ્યાત્વ :
આ ચારેય પ્રકારના કષાયોમાં સૌથી વધારે કર્મબંધ કરાવનાર જો કોઈ હોય તો અનંતાનુબંધીના કષાયો અને મિથ્યાત્વ છે. કષાયોને પોષનાર જો કોઈ હોય તો તે મિથ્યાત્વ, મિથ્યાદર્શનોના સંસ્કારો અને તેની માન્યતાઓ છે. તેને ઓળખશો, તેની વાસનાઓને, તેના સંસ્કારોને ઓળખશો તો કર્મબંધ અટકશે.
જ્યાં સુધી મિથ્યાત્વ મજબૂત હશે, ત્યાં સુધી કષાયો મજબૂત રહેશે. જ્યાં સુધી કષાયો મજબૂત રહેશે, ત્યાં સુધી મિથ્યાદર્શનની માન્યતાઓ (વાસનાઓ) મજબૂત રહેશે અને જ્યાં સુધી મિથ્યાદર્શનની માન્યતાઓ-વાસનાઓ મજબૂત રહેશે, ત્યાં સુધી મિથ્યાત્વ મજબૂત રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org