________________
૧૦૪
૨ – આતમ જાગો !
384
ભગવાને મિથ્યાત્વની અને મિથ્યામતોની ચર્ચાઓ શા માટે કરી ? દર્શનવાદ શા માટે બતાવ્યો ? છએ મિથ્યાદર્શનોનું ખંડન અને જૈનદર્શનનું ખંડન શા માટે કર્યું? આ બધી ભાંજગડ શા માટે કરી ? નિષ્કષાયી, વીતરાગી એવા ભગવાન કહી શકતા હતા ને કે “તમે તમારા આત્મામાં રહો, બીજી બધી ચર્ચાઓથી દૂર રહો' – પણ એવું ન કહેતાં સ્વયે વીતરાગ પરમાત્માએ છએ છે દર્શનોની મિથ્થામાન્યતાઓ, તેમની એક-એક બેહુદી વાતોને પ્રગટ કરી કરીને બતાવી, તેનું ખંડન કર્યું, કડક સમાલોચના કરી, એનાથી દૂર રહેવાનું કહ્યું, તે શા માટે ? આ બધું અત્યંત ગંભીરતાથી વિચારજો ! વીતરાગ એવા પણ પ્રભુએ આ કામ કર્યું તે આપણને તે તે દર્શનોની મિથ્થામાન્યતા અને વાસનાઓથી બચાવવા માટે.
પ્રભુ વીતરાગ હતા, એમને કોઈનાય પ્રત્યે રાગ-દ્વેષ ન હતો. એમણે આ બધું કહ્યું તેની પાછળ તેઓની આપણા સૌના ઉપરની ભાવકરુણા જ કારણ હતી અને એ કરુણાના કારણે જગતના જીવમાત્રને મિથ્યાવાસનાઓથી એમણે બચાવવા હતા.
ભગવાને છ એ છ દર્શનોના વાદ શા માટે બતાવ્યા ? એની ચર્ચા શા માટે કરી ? કહેવું જ પડશે કે, જગતને મિથ્યાવાસનાઓથી બચાવવા માટે ! તે પણ શા માટે ? કહેવું જ પડશે કે, મિથ્યાત્વથી બચવા માટે ! અને તે પણ શા માટે ? તો કહેવું પડશે કે કર્મનાં બંધનોમાંથી છૂટવા માટે. અને તે પણ શા માટે ? તો એના જવાબમાં ય છેલ્લે કહેવું જ પડશે કે, આત્માને નિર્મળ બનાવવા માટે, સ્વરૂપદશાના શાશ્વતકાલીન સુખને પમાડવા માટે, | મિથ્યાત્વને ઓળખવું, મિથ્યાવાસનાઓને ઓળખવી-ઓળખાવવી, તેની વાસનાઓને પેદા કરાવનારાં મિથ્યાદર્શનોને ઓળખવાં-ઓળખાવવાં, મિથ્યાદર્શનની મિથ્થામાન્યતાઓને ઓળખવી-ઓળખાવવી તે કષાયોને પોષવાનું કામ નથી પણ કષાયોને કાઢવાનું કામ છે. કષાયોને પ્રદીપ્ત કરવાની, કષાયોને પંપાળવાની તે ક્રિયા નથી પણ કષાયોને તોડવાની, જાતને તેનાથી મુક્ત કરવાની ક્રિયા છે, આત્માનાં બંધનો તોડવાની ક્રિયા છે. આ વાત જેટલી વહેલી સમજાશે તેટલું આત્માનું હિત વહેલું થશે.
સભા: કર્મનો હિસાબ કોણ રાખે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org