________________
આતમ જાગો !
ક્યારેય મમતા ન રાખે. માટે એને પરિગ્રહ ન હોય, જે કોઈ સાધુ સંયમજીવનમાં જરૂરી ન હોય તેવાં વસ્ત્ર-પાત્ર રાખે તો તે પરિગ્રહ ગણાય અગર તો આવશ્યક એવાં પણ વસ્ત્ર-પાત્ર પ્રત્યે મમતા હોય તો તે પરિગ્રહ ગણાય, બાકી પરિગ્રહ ન ગણાય.
૧૯૦
૨
-
હા, જો આ કપડાં ગમી જાય તો એ જરૂ૨ પરિગ્રહ ગણાય અને કપડાં વગરના સાધુનેય જો પોતાની આ ચામડી પણ ગમી જાય તો તે પણ પરિગ્રહ અને પ્રભુની આજ્ઞાની ઉપેક્ષા કરી સ્વમતના આગ્રહથી નગ્ન રહે તો પોતાના વિચારોનું મમત્વ એ પણ પરિગ્રહ.
470
આ વાત ‘શ્રી ભગવતી સૂત્ર’ના પહેલા શતકના બીજા ઉદ્દેશામાં જણાવી છે. ત્યાં કહ્યું છે કે -
'परिग्रहो धर्मोपकरणवर्ज वस्तुस्वीकारो धर्मोपकरणमूर्च्छा च ।' ‘પરિગ્રહ એટલે ધર્મોપકરણો સિવાયની ચીજવસ્તુઓનો સ્વીકાર તથા ધર્મોપકરણમાં કરાતી મૂર્છા.'
જેને બચવું છે તેના માટે આ વાત છે. જેને પરિગ્રહનો ભય લાગે તે જ એનાથી બચી શકે ? શું તમને ભય લાગે છે, પત્ની-પુત્ર, પરિવાર, પૈસો, મમતા વગેરે પરિગ્રહનો ? ‘શ્રી આચારાંગ સૂત્ર’માં
Jain Education International
‘તદેવ Ìસિ મન્નમય મત્તિ ।'
‘પરિગ્રહવાળાને પરિગ્રહથી મહાભય થાય છે.'
એમ સ્પષ્ટપણે ૫૨માત્માએ સાધકને ચેતવણી આપી છે.
મહાપુરુષોએ આપણને સમજાવવાની મહેનત કરી છે, અમને ગમી છે, ગમતાનો ગુલાલ કરવો છે. હજુ અમારા જીવનમાં પણ ઘણી ન્યૂનતાઓ છે. પણ જે સાચી સમજ પ્રગટી છે, તે તમને આપવી છે, એમાં તમારું, અમારું સહિયારું કલ્યાણ છે.
ઉપમિતિની ભાષામાં અમે માત્ર પીરસણીયા છીએ. અમારું પેટ આજે પણ ઘણું બધું ખાલી છે, ખૂબ ભૂખ્યા છીએ, કપડાં પણ ફાટેલાં છે, પણ એટલું વિશ્વાસથી કહું છું કે જે આ વાનગી પીરસાય છે, તે વાનગી મારી નથી પણ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાની છે અને તેનું ો-મટીરીલ ભગવાન શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org