________________
૨૪૨
જે
-
આતમ જાગો !
આવો હતો મંત્રીશ્વર પેથડશાહ અને એમના ધર્મપત્ની પ્રથમિણી વચ્ચેનો વાર્તાલાપ અને આવી હતી એ બન્ને ય પુણ્યાત્માઓની ઉત્તમતા અને પરમ સાત્ત્વિકતા. આના ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે, મંત્રીશ્વર પેથડશાને એમના પ્રબળ પુણ્યના ઉદયથી પત્ની નહિ પણ ધર્મપત્ની મળી હતી. જેણે પોતાના જીવનકાળ દરમ્યાન મંત્રીશ્વર પેથડશાની પ્રત્યેક ધર્મસાધનામાં સહચારિણી બનીને ધર્મપત્ની પદને સાર્થક કર્યું હતું.
522
એ બન્નેય પુણ્યાત્માઓ વિપુલ ભોગસામગ્રીની વચ્ચે જીવવા છતાં કરેલા ઉત્તમ સંકલ્પને સાર્થક ક૨વા સદ્ગુરુના ચરણે ગયા અને જીવનભર માટે ચતુર્થ વ્રતનો સ્વીકાર કર્યો. સ્વીકારેલા એ વ્રતને એ બન્નેય પુણ્યાત્માઓએ એવું વિશુદ્ધ રીતે પાલન કર્યું છે કે જેના પરિણામે તમારી કલ્પનામાં પણ ન આવે એવા, કેવા કેવા અનુપમ પ્રભાવો સર્જાયા, તેની વાત આજે નથી કરતો. તે વાત કોક અવસરે ક૨શે.
Jain Education International
આ આખી વાતનો સાર એ છે કે, બંધનની વચ્ચે રહેલા આત્માને જ્યારે બંધન, બંધન લાગે છે, ત્યારે તે કેવી ભાવનાઓ કરે છે, કેવું ચિંતન કરે છે ? કેવા મનોરથો કરે છે અને એ બંધનને તોડવા માટે કેવો સબળ પુરુષાર્થ કરે છે કે જેના પરિણામે મોહનીય કર્મના ભૂક્કા બોલે છે અને એ બંધનોને તોડવાનાં નિમિત્તો પણ સહેલાઈથી મળે છે. તે નિમિત્ત મળતાં જ તે પોતાનાં બંધનોને તોડી નાંખે છે.
બંધન ન તૂટે તોય બંધનને અટકાવો :
ભલે તમે પરિગ્રહના બંધનમાં બંધાયેલા હો, સત્ત્વના અભાવે તમે તમારાં એ બંધનોને તોડી ન શકો, પણ શું તમે તેને નિયંત્રિત પણ ન કરી શકો ? વધતાં અટકાવી પણ ન શકો ?
પરમાત્માના દસ મહાશ્રાવકો, કે જેઓ જન્મે જૈન ન હતા. આમ છતાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માની એક જ ધર્મદેશનાથી એમના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન આવ્યું. એમની વૃત્તિ પણ બદલાણી અને પ્રવૃત્તિ પણ બદલાણી. એમની દિશા પણ બદલાણી અને દોટ પણ બદલાણી. ન જાણે એમને પરમાત્માએ કયા શબ્દોમાં સંસારનું સ્વરૂપ સમજાવ્યું, બંધનનું સ્વરૂપ સમજાવ્યું, એ બંધનથી છૂટીને મેળવવાની મુક્તિનું સ્વરૂપ સમજાવ્યું અને એ
For Private & Personal Use Only
www.jainelibrary.org