________________
૨૦૮
–
–
૨ – આતમ જાગો !
488
હોય કે નાનો હોય, તણખલા જેવી અલ્પ મૂલ્યવાળી વસ્તુનો હોય કે સોનું, રૂપું, હીરા, માણેક વગેરે બહુમૂલ્યવાળી વસ્તુનો હોય તે બંધન છે. આ બંધનમાં સપડાયેલા જીવ માટે ભગવાન કહે છે કે,
“વં સુવા ન મુરૂ' -
‘આ રીતે (તે) દુઃખથી નહિ છૂટે' જે પરિગ્રહ રાખશે, તે જેમ દુઃખથી નહીં છૂટે તેમ જે પરિગ્રહને બીજા પાસે રખાવશે, તે પણ દુઃખથી નહિ છૂટે અને જે કોઈ પરિગ્રહ રાખીને બેઠા હોય તેને જે પ્રોત્સાહન આપશે, ટેકો આપશે, તે પણ દુઃખથી નહિ છૂટે. જે બંધનથી નહિ છૂટે તે દુઃખથી ક્યારેય નહિ છૂટે.
આ પરિગ્રહ - વિત્તમંતચિત્ત વા સજીવ હોય કે અજીવ હોય પણ તે બંધન છે.
આ બંધન સજીવના રૂપમાં હોય કે અજીવના રૂપમાં હોય તે બધું જ દુ:ખદાયક છે.
ચિત્તવત્ ક્રિપ-તુષાદિ બે પગવાળા, ચાર પગવાળા વગેરેનો પરિગ્રહ તે સચિત્તનો પરિગ્રહ છે.
સજીવ વસ્તુના સ્વરૂપમાં, પશુ-પક્ષી, દાસ-દાસી, નોકર-ચાકર, પત્ની-પુત્ર કે સ્વજનનાં સ્વરૂપે હોય, ગાય-ભેંસ-બળદ સ્વરૂપે હોય કે પછી મુસાફરીનાં સાધન એવા હાથી-ઘોડા કે ઊંટના સ્વરૂપે હોય, તે બધો પરિગ્રહ છે, તે બંધન છે અને તે બંધન છે, તેથી જ તે દુઃખનું કારણ છે.
સજીવમાં પૃથ્વી-પાણી, સરોવર-તળાવ-બગીચો, પહાડો અને ખાણનો પણ સમાવેશ થાય છે. એ જ રીતે દરેક પ્રકારનાં ધાન્ય, ફળ, ફુલનો પણ સમાવેશ થાય છે. જેટલા સજીવ પદાર્થો તે બધા જ સચિત્ત પરિગ્રહમાં આવે. આ પરિગ્રહને મેળવવો, સાચવવો, પોતાના કબજામાં રાખવો, પોતાની માલિકી કરવી, પોતે ન રાખતાં બીજાની પાસે રખાવવો અને જેણે રાખ્યો હોય, તેને અનુમોદન આપવું તે બધું જ પરિગ્રહનું બંધન છે.
એ જ રીતે તોડરિવ–નરખતરિ સચિત્ત હોય તે સોનુંરૂપું વગેરે અચિત પરિગ્રહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org