SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ - ૨ - આતમ જાગો ! – 388 જિનાજ્ઞા મુજબ શુદ્ધ જીવન હોય તેમનામાં બહુમાનભાવ રાખવો જોઈએ.' શાસ્ત્રકારોને કેમ આવું કહેવું - લખવું પડ્યું? એવાઓનો દૂરથી જ ત્યાગ કરવાની અને આજ્ઞા-શુદ્ધ શ્રમણોનો સ્વીકાર કરવાની વાત કેમ કરવી પડી ? ભગવાનની આજ્ઞા હૈયે પ્રસ્થાપિત કરનાર શ્રમણો ક્યારેય આવું બોલતા નથી કે વિચારતા પણ નથી, પણ જિનાજ્ઞાની જેને પડી નથી તેઓ શું શું ન બોલે, ન વિચારે તે જ આશ્ચર્ય છે. નહિતર મિથ્યાત્વના જોર વગર અવિરતિને પોષવાની વાત શી રીતે થાય ? અવિરતિ ઉપર મિથ્યાત્વનો પુટ વ્યાપેલો છે. મિથ્યાત્વના પુટવાળી અવિરતિ અને મિથ્યાત્વના પુટવગરની અવિરતિમાં બહુ ફરક છે. મિથ્યાત્વના પુટવગરની અવિરતિવાળો લગ્ન કરવા જાય તો પણ તેના મનમાં વેદના થાય. તેને મનમાં થાય કે “નાણ મંડાએલી હોય, ચારે બાજુ ભગવાન બિરાજમાન હોય, ચતુર્વિધ શ્રીસંઘની ઉપસ્થિતિ હોય અને નાણની ચારે બાજુ હું ફેરા ફરતો હોઉં, એવો ધન્ય દિવસ ક્યારે આવશે ? એના બદલે આ તો પતંગિયાની જેમ અગ્નિમાં પડી રહ્યો છું.” શ્રાવકના મનોરથો કેવા કેવા હોય ? જેનામાં સમકિત હોય, તેને અવિરતિ સેવતાં કમકમાટી થાય, હૈયું રડું રડું થાય. સમ્યગ્દષ્ટિને અવિરતિ સેવવી પડે તો દૂભાતે હૈયે સેવતો હોય. લગ્ન કરવા જનારો જો મિથ્યાત્વથી ભરેલો હોય તો એટલે સુધી બોલે કે સાધુઓ જ કહે છે કે, મનુષ્યભવ દુર્લભ છે. જો સંસાર મંડાય જ નહિ તો જીવો મનુષ્યભવમાં આવશે ક્યાંથી ? મનુષ્ય જન્મશે નહિ તો દીક્ષાઓ થશે ક્યાંથી? લગ્ન વિના મનુષ્યો જન્મશે ક્યાંથી ? માટે લગ્ન કરવાં જ જોઈએ' આવા ય તર્કબાજો છે. તો વળી “મપુત્રæ વિનંતિ' “પુત્ર વિનાનાને સ્વર્ગાદિ લોક મળતો નથી.” એમ બોલનારાં મિથ્યાદર્શનો પણ પાક્યાં છે. એ કહે કે મર્યા પછી શ્રાદ્ધ ન કરીએ તો જીવની ગતિ ન થાય અને શ્રાદ્ધ કરવા માટે પુત્ર જોઈએ. માટે પુત્ર પેદા કરવો એ ધર્મ છે. આ બોલાયું એટલે અવિરતિ ઉપર મિથ્યાત્વનો પુટ ચડ્યો. અવિરતિ ઉપર મિથ્યાત્વના પુટ ચડે તો કર્મ ચીકણાં બંધાય. અવિરતિના ઉદયથી સુખનાં સાધનો વસાવ્યાં પછી જેને એમાં મોભો લાગે તેણે સમજવાનું કે મિથ્યાત્વ ઘર કરીને બેઠું છે. ભોગસામગ્રી જેટલી વધારે તેટલો મોભો વધારે - એવું લાગે તો સમજવું કે આત્મામાં મિથ્યાત્વ બરાબર કામ કરી રહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy