________________
૧૧૩
– ૫ : બંધન અને બંધનનાં કારણે મિથ્યાત્વ અને અવિરતિ - 18 -
393
જાય એ વાત સાચી, પણ અયોગ્ય સ્થાને તો ન જ વપરાય.
ત્યારે અંદરથી ક્ષાત્રવટે ફરી એમ કહ્યું કે ઉગામેલી મુઠ્ઠીને નીચે તો ન જ મુકાય.
એ વખતે ફરી વિવેકે એમ કહ્યું કે નીચે ન મૂકાય એ વાત સાચી, પણ વાપરવી જ પડે તો એ માટેના યોગ્ય સ્થાને જ વપરાય. એ માટેનું યોગ્ય સ્થાન કયું? એનો વિમર્શ કરતાં વિવેકે કહ્યું કે, જે કષાયોએ આ સ્થિતિનું સર્જન કર્યું છે તે કષાય જ ન જોઈએ. માટે એ કષાયને ખતમ કરવા જ આ મુઠ્ઠીનો ઉપયોગ કરવો જોઈએ. આમ વિચારીને તરત જ એમણે ત્યાંને ત્યાં પંચમુષ્ટિ લોન્ચ કરી સંયમનો સ્વીકાર કર્યો અને કષાયોને ખતમ કરવા ધ્યાનમાં ઉભા રહી ગયા.
મારે તમને ભરતજીના સમ્યગ્દર્શનની નિર્મળતા બતાવવી છે. એમને અવિરતિનો ઉદય હતો, કષાયોનો ઉદય હતો, એના કારણે અનીતિનું યુદ્ધ કર્યું. આમ છતાં તેમના કષાયો અનંતાનુબંધીના તગડા તો ન જ હતા. એટલે જ્યારે એમણે બાહુબલીજીને પંચમુષ્ટિ લોચ કરીને ધ્યાનમાં ઉભેલા જોયા, ત્યારે તેઓ તરત જ દોડ્યા, તેમના પગમાં માથું મૂક્યું ને આંસુથી પગ પખાળ્યા અને બોલ્યા કે “ભગવાન ઋષભદેવના દીકરા તરીકે ઓળખાવાનો અધિકાર તમને છે, મને નથી. રાજ્ય એ સંસારરૂપી વૃક્ષનું બીજ છે એવું જ જાણતા નથી તે અધમ છે જ્યારે એવું જાણવા છતાં હું એ રાજ્યને છોડી શકતો નથી, તેથી હું અધમાધમ છું.”
આ એમના ઉદ્ગારો જ એમની અંતરંગ વિચારધારા, ભાવધારાને પ્રગટ કરે છે. “ભલે મેં આ બધું કર્યું, પણ એને ખોટું તો માનું જ છું,” એવી બચાવની કોઈ જ વાત આમાં નથી. આ પ્રસંગે તેઓ પારાવાર પશ્ચાત્તાપની લાગણી મનોમન અનુભવી રહ્યા છે અને પોતાની જાત એમને અધમાધમ લાગે છે; આ જ એમની જીવંત એવી હેયબુદ્ધિનો નમૂનો છે. જે એમના માટે “ગપ્પોડસિ રોડ વંધોઅલ્પબંધના નિયમને સિદ્ધ કરે છે.
હવે તમને તમારા વ્યક્તિત્વને સમજવાની તક આપું. બે-ચાર વાક્યો આપું; જરા ખાલી જગ્યા પુરો, જેથી તમને તમારી આસક્તિઓનો ખ્યાલ આવે. તમારી જાત સાથે તુલના કરવાની તક મળે અને તમને કર્મબંધ અલ્પ થાય છે કે નહિ, તેનો જાતે ખ્યાલ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org